લોકસભા ૨૦૨૪ ચુંટણી : પોસ્ટર લગાવીશ નહીં, ચ્હા પિવડાવીશ નહીં,પાંચ લાખ મતથી જીતીશ : નિતિન ગડકરી

  • અમે જયારે સત્તામાં હોઇએ છીએ તો વિકાસની રાજનીતિ કરીએ છીએ.

નવીદિલ્હી,

હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભાની ચુંટણીના પરિણામ આવી ગયા છે જેેમાં ગુજરાતમાં ભાજપ રેકોર્ડ જીત હાંસલ કરી સત્તામાં ફરી પાછી ફરી છે ત્યાં હિમાચલ પ્રદેશમાં ભાજપને પરાજયનો સામનો કરવો પડયો છે અને અહીં કોંગ્રેસની સત્તા આવી છે. બંન્ને રાજયોમાં સરકારો રચાઇ ગયા બાદ ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે અમે અમે આગામી ચુંટણીમાં ન તો પોસ્ટર લગાવીશું,ન તો ચ્હા પાણીનો ખર્ચ આપીશું આમ છતાં જનતા અમને મત આપશે.

એક ખાનગી ટીવીના મંચ પર કેન્દ્રીય મંત્રી ગડકરીએ કહ્યું કે હું પણ રાજનેતા છું લોકસભા ચુંટણી લડુ છું,હાલ ૩.૫ લાખ મતથી આવ્યો છું આગામી વખતે ૫ લાખથી આવીશ.તેમણે કહ્યું કે આ મારો અહંકાર નથી કામના બદલે આમ કહું છે. ભાજપ નેતાએ કહ્યું કે જનતા માલિક છે હું ટ્રસ્ટી છું દેશ માટે કામ થવું જોઇએ હું કોઇ સાધુ સંન્યાસી નથી પહેલા મારૂ ઘર જોવું છે પોતાનો પરિવાર જોવું છે અને ત્યારબાદ સમાજ માટે અને દેશ માટે કામ કરૂ છું.

નીતિન ગડકરીએ આગળ કહ્યું કે મેં લોકોને કહી દીધુ છે પોસ્ટર લગાવીશ નહીં બેનર લગાવીશ નહીં ચ્હા પીવડાવીશ નહીં નાસ્તો કરાવીશ નહીં તમારે મત આપવા હોય તો આપો.હું કોઇ વચનો આપી મત લેવા માંગતો નથી મે કામ કર્યું છે તેના ઉપર મને મત મળશે. હિન્દુ મુસ્લિમ બધા મત આપશે ભાજપ નેતાએ કહ્યું કે હું હાલમાં મુસલમાનોના એક કાર્યક્રમમાં ગયો હતો ત્યાં મેં કહ્યું કે હું આરએસએસવાળો છું બાદમાં પ્રસ્તાવો કરવાનો નથી તેમણે કહ્યું કે બધા મારી સાથે છે કારણ કે મેં કામમાં કોઇ ભેદભાવ કર્યો નથી.

ગુજરાતમાં ભાજપની પ્રચંડ જીતના કારણો બતાવતા નિતિન ગડકરીએ કહ્યું કે અમે જયારે સત્તામાં હોઇએ છીએ તો વિકાસની રાજનીતિ કરીએ છીએ સારા રોડ,પાણી વિજળી,ટ્રાસપોર્ટ કોમ્યુનિકેશન,કૃષિ મેડિકલ આરોગ્ય શિક્ષણ દરેક જગ્યા પર અમે રેકોર્ડ બનાવ્યા છે.ગુજરાતની જનતાને વિકાસ જોવા મળ્યો આ કારણે ગુજરાતની જનતાએ અમને ત્યાં સતત ૨૭ વર્ષથી સત્તામાં લાવી રહી છે આજ કારણ છે કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ગુજરાતની જનતાએ અમને સમર્થન આપ્યું છે. જયારે હિમાચલ પ્રદેશ વિધાનસભા ચુંટણીમાં હાર પર કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે મને લાગે છે કે હિમાચલની હારમાં અમારા અને કોંગ્રેસના મતોનું અંતર ખુબ ઓછું રહ્યું હું એ કહીશ કે નસીબે અમને સાથ આપ્યો નહીં ૧-૨ ટકા વધુ મત મળ્યા હોત તો અમારી સત્તા આવી જાત.