લોક્પ્રશ્ન સાંભળ્યા વિના કે અરજદારને જાણ કર્યા વિના ગોધરા પહોંચેલા પ્રાદેશિક નગર પાલિકા કમિશ્નર બારોબાર વડોદરા જતા રહેતા હોબાળો

  • પંચમહાલ-દાહોદ-મહિસાગર જીલ્લાની વિવિધ નગરપાલિકાનું સંચાલન તથા દેખરેખ રાખે છે.
  • ત્રણ જીલ્લાના અસંખ્ય અરજદારોના વિવિધ પ્રશ્ર્નો સ્થાનિક પાલિકામાં ન થતા ઉચ્ચસ્તરે રજૂઆત થાય છે.
  • પ્રા.ન.ક.વડોદરા કચેરીમાં મહિનાઓથી અઢળક પ્રશ્ર્નો વણઉકેલાયેલાથી નારાજગી.
  • વડોદરા સમય અને નાણા ખર્ચીને પહોંચવા છતા અરજદારો ખાલી હાથે પરત ફરે છે.
  • પ્રશ્ર્નો અંગે સ્થળ મુલાકાત અરજદારોને સાંભળવા કે રજુઆતોના નિકાલ બાબતે નિષ્ફળ નીવડેલા પ્રાદેશિક નગરપાલિકા કમિશ્ર્નર.

ગોધરા,
ગોધરામાં પહોંચેલા નગરપાલિકા કમિશ્ર્નરે બંધ બારણે મીટીંગ યોજીને લોકોને જાણ કર્યા વિના વડોદરા રવાના થઈ જતા હોબાળો મચી ગયો હતો. કયારેય આ જવાબદાર અધિકારી લોકપ્રશ્ર્નોના નિકાલ બાબતે ગંભીર નથી કે ગોધરાની મુલાકાતે આવતા નથી કે અરજદારોની રજુઆતો સાંભળતા ન હોવાનો અરજદારોએ આક્રોશ સહ બળાપો વ્યકત કર્યો હતો.

પંચમહાલ-દાહોદ-મહિસાગર જીલ્લામાં આવેલી ગોધરા-દાહોદ-લુણાવાડા-હાલોલ-કાલોલ-શહેરા-સંતરામપુર-ઝાલોદ-દેવગઢ બારીઆ-બાલાસીનોર સહિતની નગરપાલિકા શહેરી વિસ્તારમાં આવેલ હોવાથી પાણી, રસ્તા, લાઈટ, બાંધકામ સહિતની પાયાની સુવિધાઓ પૂરી પાડવાની હોય છે. પરંતુ મુખ્ય અધિકારીએ કે પદાધિકારીઓ દ્વારા સમયસર સુવિધા પૂરી પાડવામાં ન આવતી હોવાને લઈને લોકોના કામો ટલ્લે ચઢતા સત્તાધીશો સામે અવારનવાર નારાજી રહે છે. સ્થાનિક પાલિકામાં વારંવાર રજુઆત કરવા છતાં તેઓના પ્રશ્ર્ન યથાવત રહેવાને લઈને વિવાદ સર્જાયેલ રહે છે. આથી ત્રણ વર્ષ પૂર્વે જ સરકારે શુભ આશય રાખીને લોકોને પોતાના શહેરી વિભાગન પ્રશ્ર્નોના નિકાલ માટે ગાંધીનગર સુધી નિરર્થક દોડધામ ન કરવી પડે અને નજીકના વિસ્તારમાં મુખ્ય અધિકારીની ઉપર એક નગરપાલિકા કમિશ્ર્નરની કચેરી કાર્યરત કરાઈ હતી. જે પૈકી ગુડા તરીકે ઓળખાતી આ કચેરી ગોધરા સેવા સદનમાં ઊભી કરાઈ હતી.
શરૂ આતમાં પ્રજા માટે પ્રશ્ર્નો ઉકેલાઈ જવાથી એક તબક્કે રાહત સાંપડી હતી. બાદમાં ગણતરીનાના માસમાં કોણ જાણે કેમ આ ગોધરા કચેરી બંધ કરાઇને વડોદરા ખસેડાઈ ગઈ હતી. આ પાછળ એવું કહેવાય છે કે અહીં બેસતા કર્મચારી સ્ટાફની કામગીરી શંકા ઉપજાવે તેવી હતી. લોકો પ્રશ્ર્ને ઉકેલવામાં ઉદાસીનતા રહેતા હોવાથી વહીવટી સામે નારાજગી હતી.
જે તે સમયે ગોધરા પાલિકાના જ મુખ્ય અધિકારીઓ કે જેઓ કેટલાક મહિનાઓ સુધી ગોધરા-હાલોલ-કાલોલ નગરપાલિકાના ચાર્જમાં હોવાની સાથે વધારાનો ચાર્જ ગુડા કચેરીમાં સ્વીકાર્યો હતો. દરમ્યાન આવેલી પાલિકાની ફરિયાદો પોતે નિવેડો ન લેવાયલ તેવા પ્રશ્ર્નોના નિર્ણય પોતે કરવાની સ્થિતી હોવાથી વહીવટ પણ બોગસ રહ્યો હતો. જેમાં ઘરના ભૂવા ઘરના જાગરીયા જેવો ધાટ સર્જાયો હતો. બાદમાં ગણતરીના સમયમાં શરૂ કરાયેલ વડોદરા કચેરી ખસેડાયા પછી રોજીંદી ગોધરાની ગુડા કચેરી જેવી પળોજળ પ્રજાનો સતાવતી રહી હતી. લોકોએ મહિનાઓ-દિવસોથી સ્થાનિક નગરપાલિકા સામેની નારાજગી પ્રશ્ર્નો સ્વરૂપે વડોદરા રજૂ કરવા છતાં વહિવટી મંથરગતિએ કે અસંતોષકારક રહેવાની વ્યાપક પણે ગોધરાવાસીઓ સહિત દાહોદ-લુણાવાડા-ઝાલોદ-હાલોલના અરજદારો રોષ ઠાલવી રહ્યા છે. સમય અને નાણા ખર્ચીને વડોદરા નગરપાલિકા કમિશ્ર્નર કચેરીમાં ધરમધખ્ખા ખાવા છતા પ્રજાને કોઈ કામ પૂર્ણ નહીં કરીને તપાસ હેઠળ છે. પછીની મુદ્દતે પહોંંચવાનું જણાવીને તેએાને ખાલી હાથે પરત ફરવાનો વારો આવતા નિશાશાભેર રડી રહ્યા છે. નિ:સહાય બનેલા આવા અરજદારો ન્યાય માટે વડોદરામાં આમતેમ ભટકવા છતાં આ નિષ્ઠુર નગરપાલિકા કમિશ્ર્નરના પેટનું પાણી હાલતું નથી. પંચમહાલ-મહિસાગર-દાહોદ જીલ્લાના અઢળક પ્રશ્ર્નોનો થપ્પો વડોદરાની નગરપાલિકા કમિશ્ર્નર કચેરીમાં વર્ષ બે વર્ષથી પડતર હોવા છતાં કયારેય પ્રશ્ર્નો જાણવા સ્થળે મુલાકાત લેતા નથી. ત્રણેય જીલ્લામાં કયારેય અરજદારોને રૂબરૂ મળતા નથી કે મુલાકાત અંગેની જાણ કે મળતા નથી કે મુલાકાત અંગેની જાણ કે સુનાવણીનું આયોજન આ વિવાદાસ્પદ નગરપાલિકા કમિશ્ર્નર હાથ ધરતા નથી. જેના કારણે ગરીબ-મધ્યવર્ગીય પ્રજાના બાંધકામ, રસ્તા, લાઈટ, પાણીના પ્રશ્ર્નો યથાવત રહેતા તેઓ હેરાન-પરેશાન છે. નગરપાલિકાના અધિકારીઓએ ઉકેલ ન કરી શકતા ઉચ્ચ કચેરી વડોદરા દ્વારા પણ એજ સ્થિતી છે. આજે આ કમિશ્ર્નર ગોધરામાં પહોંચ્યા હતા. તે અંગેની પૂર્વ જાણકારી પણ અરજદારોને અપાઈ ન હતી અને બંધ બારણે પોતાના કેટલાક સ્ટાફ સાથે બંધ બારણે મીટીંગ આયોજન કરીને બિલ્લીપગે ગણતરીના સમયમાં વડોદરા પલાયન થઈ ગયા હતા. બાદમાં અધિકારી આવ્યા હોવાની જાણકારી મળતા કેટલાક રજૂઆતકર્તાઓ સ્થળે પહોંચ્યા હતા. પરંતુ તેઓ સાથે તેઓની મુલાકાત ન થતા હોબાળો મચી ગયો હતો. ત્યારે પ્રજાની રજૂઆત સાંભળતા નથી કે પ્રશ્ર્નોનું નિરાકરણ કરતા નથી કે કયારેય ત્રણ જીલ્લાની મુલાકાત ન લેતા હોવાને લઈને લોકોએ આક્રોશ વ્યકત કરીને તેઓના અનધડ વહીવટ સંભાળતા આ નગરપાલિકા અધિકારી વહીવટીમાં નિષ્ફળ નીવડયા છે. ત્યારે તેઓની અન્યત્ર બદલી કરીને સક્ષમ અધિકારીની આ પદ ઉપર નિમણૂંક થાય તેમ ઈચ્છી રહેલા કેટલાક લોકો ટૂંક સમયમાં ગાંધીનગર ફરિયાદ કરવા પહોંચ્યા છે. અને છેલ્લા કેટલાક સમયથી ગોધરા નગરપાલિકાના વહીવટ સામે પણ નારાજગી છે. પ્રજાના પ્રશ્ર્નો યથાવત રહેતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. તેમાંય રોડના કામો ગુણવત્તા વિહીન હોવાની ફરિયાદો સંદર્ભે કે પડતર રજુઆત બાબતે મળેલી બેઠકમાં અરજદાર સંજય ટહેલ્યાણીના પ્રશ્ર્ને ત્રણ કોન્ટ્રાકટરો સામે એફ.આર.આઈ. કરી ભ્રષ્ટાચાર કરનાર સામે પગલા ભરવાનો ઉપસ્થિતી પ્રાદેશિક નગરપાલિકા કમિશ્ર્નરે આદેશ આપતા ખળભળાટ મચી ગયો છે.