લોકપ્રિય શો સીઆઇડી ફેમ ફ્રેડરિક્સ ઉર્ફે દિનેશ ફડનીસનું નિધન થયુ

દિનેશને રવિવારે હાર્ટ એટેક આવ્યો હતો. જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ડોક્ટરોની ટીમે તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખ્યા હતા. જે બાદ તેમણે મુંબઈની તુંગા હોસ્પિટલમાં રાત્રે 12.08 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.

સોની ટીવીના લોકપ્રિય શો CID ફેમ ફ્રેડરિક્સ ઉર્ફે દિનેશ ફડનીસને રવિવારે હાર્ટ એટેક આવ્યો હતો જે બાદ ખરાબ સમાચાર આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમનું નિધન થઈ ગયું છે. આ સમાચારની પુષ્ટિ તેના નજીકના મિત્ર અને કોસ્ટાર દયાનંદ શેટ્ટીએ કરી છે. દિનેશને રવિવારે હાર્ટ એટેક આવ્યો હતો. જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમની સ્થિતી નાજુક જણાતા  ડોક્ટરોની ટીમે તેમને વેન્ટિલેટર પર રાખ્યા હતા. જે બાદ તેમણે મુંબઈની તુંગા હોસ્પિટલમાં રાત્રે 12.08 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.

રિપોર્ટ્સ મુજબ દયાનંદ શેટ્ટીએ જણાવ્યું કે તેમના મિત્ર દિનેશના શરીરના ઘણા ભાગોને નુકસાન થયું છે. જેના કારણે તેનું મોત થયું હતું. ગઈકાલે રાત્રે તબીબોએ તેમને વેન્ટિલેટર પરથી દૂર કર્યા હતા. તેમણે એ પણ જણાવ્યું કે તેની હાલત ગંભીર છે અને તેના શરીરમાં ઘણી સમસ્યાઓ છે.

અગાઉના અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે દિનેશ ફડનીસને રવિવારે હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. પરંતુ, દયાનંદ શેટ્ટીએ પાછળથી ખુલાસો કર્યો કે તેમનું લિવર ડેમેજ થયું હતું . અભિનેતાના નિધનના સમાચારથી તેના ચાહકોને આઘાત લાગ્યો છે. સોશિયલ મીડિયા પર પણ લોકો સતત તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

દિનેશ ફડનીસના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેમણે અનેક ટીવી શો અને ફિલ્મોમાં કામ કર્યુ છે.  જેમાં પણ CIDમાં ફ્રેડરિક્સના પાત્રથી ઘર-ઘરમાં જાણીતા બન્યા હતા.  CIDના ઘણા ચાહકો તેમની કોમેડીના ચાહક છે. તેમણે આ સાથે અન્ય શો અને ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. તેમણે લોકોની ફેવરિટ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પણ કામ કર્યું છે. આ સિવાય તે સુપર 30 અને સર્ફરોજ જેવી ફિલ્મોમાં સપોર્ટિંગ એક્ટર તરીકે પણ જોવા મળ્યો છે.