લોહીમાં ડૂબેલા દેશને ભારત વિરુદ્ધ નિવેદનો કરવાનો કોઈ અધિકાર નથી;ભારતે પાકિસ્તાનની ઝાટકણી કાઢી

જીનિવા, ભારતે યુએનમાં કહ્યું કે પાકિસ્તાન એક એવો દેશ છે જે લોહીમાં ગરકાવ છે. ખરેખરમાં પાકિસ્તાને ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. ભારતે પોતાના રાઈટ ટુ રિપ્લાય (જવાબ આપવાના અધિકાર)નો ઉપયોગ કરીને કહ્યું – જે દેશમાં લઘુમતીઓ પર અત્યાચાર કરતી સંસ્થાઓ ચાલે છે અને જેનો માનવાધિકાર રેકોર્ડ ખરેખર ખરાબ છે, તેને ભારત વિરુદ્ધ નિવેદન કરવાનો કોઈ અધિકાર નથી.

જીનિવામાં આયોજિત સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના ૫૫મા સત્રના ઉચ્ચ સ્તરીય સેગમેન્ટમાં ફર્સ્ટ સેક્રેટરી અનુપમા સિંહે કહ્યું- દુનિયાભરમાં આતંકવાદીઓને આશ્રય આપનાર દેશ પર અમે વધુ યાન આપી શક્તા નથી. એક દેશ જે લાલ રંગ (લોહી)માં ડૂબેલો છે. તેમના પોતાના લોકો શરમ અનુભવે છે કે તેમની સરકાર તેમના હિતમાં કામ કરવામાં નિષ્ફળ રહી છે.

તુર્કીએ યુએનએસસીમાં પાકિસ્તાનની સાથે કાશ્મીરનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. પાકિસ્તાનની ટીકા કરતા ભારતે તુર્કીને પણ કહ્યું કે તે ભારતના આંતરિક મામલામાં દખલ ન કરે. તુર્કીએ યુએનએસસીમાં પાકિસ્તાનની સાથે કાશ્મીરનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. પાકિસ્તાનની ટીકા કરતા ભારતે તુર્કીને પણ કહ્યું કે તે ભારતના આંતરિક મામલામાં દખલ ન કરે.

અનુપમા સિંહે કહ્યું- પાકિસ્તાને વારંવાર ભારતનો ઉલ્લેખ કર્યો છે. તે ખૂબ જ નિરાશાજનક છે કે કાઉન્સિલ પ્લેટફોર્મ પર ભારત વિશે ખુલ્લેઆમ ખોટા આરોપો લગાવવામાં આવી રહ્યા છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતના અભિન્ન અંગ છે. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં સામાજિક અને આથક વિકાસ સુનિશ્ર્ચિત કરવા માટે ભારત સરકારે બંધારણીય પ્રયાસો કર્યા છે. આ ભારતની આંતરિક બાબતો છે અને અમે તેમાં કોઈની દખલગીરી સહન નહીં કરીએ.

અનુપમા સિંહે કહ્યું- એક એવો દેશ કે જ્યાં લઘુમતીઓના સિસ્ટેમેટિક અત્યાચારને સંસ્થાઓ સમર્થન આપે છે, જેનો માનવ અધિકારનો રેકોર્ડ ખરેખર નિરાશાજનક છે તે ભારત પર ટિપ્પણી કરી રહ્યા છે. તેમણે પાકિસ્તાનમાં ખ્રિસ્તી સમુદાય પર થયેલા હુમલાનું ઉદાહરણ પણ આપ્યું હતું. તેમણે કહ્યું- ઓગસ્ટ ૨૦૨૩માં પાકિસ્તાનના જરનવાલા શહેરમાં લઘુમતી ખ્રિસ્તી સમુદાય પર ક્રૂરતા આચરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન ૧૯ ચર્ચનો નાશ કરવામાં આવ્યો હતો. ૮૯ ખ્રિસ્તી ઘરો સળગાવી દેવામાં આવ્યાં હતાં.

૧ ઓગસ્ટ ૨૦૨૩: પાકિસ્તાને યુએનએસસીમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો. આ મામલે ભારતે કહ્યું હતું કે કાશ્મીરનો મુદ્દો વારંવાર ઉઠાવવાને બદલે પાકિસ્તાને પોતાના દેશ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. યુએન મિશનમાં હાજર રહેલા ભારતના કાઉન્સેલર આર મધુસુદને કહ્યું હતું કે આ કાઉન્સિલના સમયનો યોગ્ય રીતે ઉપયોગ ત્યારે જ થશે જ્યારે અન્ય દેશોના પ્રતિનિધિ મંડળો મારા દેશને દોષ આપવાને બદલે તેમના દેશના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેઓ વારંવાર તેમના એજન્ડા માટે યુએન કાઉન્સિલનું યાન હટાવવાનો પ્રયાસ કરે છે.

૨. જુલાઈ ૨૦૨૩: બ્રિટનમાં યોજાયેલી યુએનએસસીની બેઠકમાં પાકિસ્તાને ફરીથી જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો. યુએનમાં ભારતના મિશન કાઉન્સેલર આશિષ શર્માએ કહ્યું હતું – લદ્દાખ અને જમ્મુ-કાશ્મીર ભારતનાં અભિન્ન અંગ હતાં અને હંમેશાં રહેશે. પાકિસ્તાન આ અંગે શું વિચારે છે કે શું ઈચ્છે છે તેનાથી કોઈ ફરક પડતો નથી.