
રાજકોટ, રાજકોટ જિલ્લાના લોધિકા નજીક આવેલી હઝરત શાહ વલીની દરગાહ માંથી પોલીસે ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દરગાહ લોધીકા ના ચીભડા રોડ ઉપર આવેલી છે. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આ દરગાહમાં ગાંજાનો મોટો જથ્થો રાખેલો છે. પીએસઆઇ પોલીસ હેડ કોન્સ્ટેબલ સહિતના પોલીસ કર્મીઓ દ્વારા ઇજરત ઇસરાર વલીની દરગાહમાં દરોડો પાડ્યો હતો.
પોલીસના આ દરોડા દરમિયાન ૨૪ કિલો ૬૧૫ ગ્રામ ગાંજનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ ગાંજા ની કિંમત બે લાખ ૪૬ હજાર ૬૧૫ રૂપિયા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ ગુનામાં હબીબ શાહ ઉર્ફે મુસ્કાન બાપુ વસ્તીવાળાને ઝડપી પાડ્યા છે. આ વ્યક્તિ દરગાહમાં સેવા પૂજા કરતા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આરોપીને ઝડપીને તેમની પૂછપરછ હાથ ધરી છે. આ ગુનામાં અન્ય લોકો પણ સંડોવાયેલા હોવાની પોલીસને પૂરી આશંકા છે. અન્ય કેટલા શકશો આ ગુનામાં સન્ડવાયેલા છે તેની પોલીસ તપાસ કરી રહી છે.
આટલા મોટા જથ્થામાં ગાંજો ક્યાંથી આવ્યો હતો? કોના દ્વારા મોકલવામાં આવ્યો હતો? ક્યાં પહોંચાડવાનો હતો? સહિતની વિવિધ બાબતોને લઈને હાલ પોલીસ તપાસ કરી રહી છે. તો ઝડપાયેલા આરોપી પાસેથી વધુ વિગત મેળવવા પોલીસ આગામી સમયમાં આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરશે અને વધુ રિમાન્ડની માંગ કરશે. પોલીસને આશા છે કે આરોપી રિમાન્ડ દરમિયાન વધુ વિગત આપે તેવી શક્યતા છે. આ ગાંજો ગ્રામ્ય વિસ્તારોમાં વેચાતો હોવાની પણ શક્યતાઓ પોલીસને લાગી રહી છે.