મહારાષ્ટ્રમાં કોવિડ સ્થિતને લઈને સરકાર ઉપરાંત જિલ્લા પ્રશાસન પણ સતર્ક છે. રાજ્યના અમરાવતી જિલ્લામાં આગામી 8 માર્ચ સુધી લોકડાઉન વધારી દીધુ છે. અધિકારીઓએ આ અંગે જાણકારી આપતા જણાવ્યુ હતુ કે, અમરાવતીમાં 5 અને 6 માર્ચ સુધી પરિસ્થિતીની સમીક્ષા કરવામાં આવશે. ત્યાર બાદ લોકડાઉન પર આગળ નિર્ણય લેવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ લોકોને કોવિડ નિયમોનું પાલન કરવા માટે અપીલ કરી છે.
એક અંગ્રેજી અખબારમાં જણાવ્યા પ્રમાણે અધિકારીઓએ જણાવ્યુ છે કે, અકોલા, અકોટ અને મુરજિતાપુરમાં લોકડાઉન વધારી દીધુ છે. છેલ્લા બે અઠવાડીયામાં અહીં 36થી 28 જિલ્લામાં મામલાઓ વધી રહ્યા છે. તો વળી લાતૂર, હિંગોલી, પરભણી અને નાંદેડ જેવા મરાઠાવાડ વિસ્તારમાં એક્ટિવ કેસોની સંખ્યા વધી રહી છે. સ્વાસ્થ્ય વિભાગના ડેટા જણાવે છે કે, રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યામાં ધીમે ધીમે વધી રહી છે. વિર્દભ, અમરાવતી, અકોલા અને યવતમાલ નવા હોટસ્પોટ બનીને ઉભરી રહ્યા છે.
જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓએ કહ્યું કે, 5 અને 6 માર્ચના સ્થિતિની સમિક્ષા કરવામાં આવશે. તે બાદ ભવિષ્યમાં લોકડાઉન લાગૂ કરવા કે નહી કરવા પર નિર્ણય લેવામાં આવશે. કોરોના વાઈરસની બીજી લહેર દેશભરમાં ચિંતા વધારી દીધી છે. મહારાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે કોરોનાના 8 હજારથી વધારે કેસ સામે આવ્યા છે. એ સિવાય મુંબઈમાં પણ 1 હજારથી વધારે નવા કેસ મળ્યા છે.
મહારાષ્ટ્રમાં હાલ દેશભરમાં કોરોનાના સૌથી વધારે કેસ છે. આ મામલે કેરળ બીજા નંબરે છે. કોરોનાના વધતા કેસોને લીધે નાગપુર, અમરાવતી જેવા વિસ્તારોમાં પ્રતિબંધો વધારી દેવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના વિદર્ભમાં ખાસ કરીને કોરોના સંકટ વધ્યું