ઠંડી મોસમ શરૂ થવાની સાથે જ પાકિસ્તાન દ્વારા નિયંત્રણ રેકા (LOC) પર તંગદીલી વધવાની આશંકા છે, આ બાબત સેનાનાં ટોચનાં કમાન્ડરે કહીં, સેનાની 15મી કોરનાં લેફ્ટનન્ટ જનરલ બી એસ રાજુએ કહ્યું કે આ પ્રકારની રિપોર્ટ છે કે પાકિસ્તાનનાં કબજા હેઠળનાં કાશ્મિરનાં લોન્ચ પેડ પર લગભગ 200થી 250 આતંકવાદીઓ ઘુસણખોરી કરવાની ફિરાકમાં છે.
નિયંત્રણ રેખા પર ઠંડીની મોસમમાં ઓછી ઉંચાઇવાળા વિસ્તારોમાં ઘુશણખોરી અંગે સતત સમાચારો આવી રહ્યા છે, કે POKમાં 200થી 250 આતંકવાદીઓ ઘુસણખોરી કરવાની તૈયારીમાં છે.
જો કે સુરક્ષાદળો પણ LOCથી સીધા ઘુશણખોરી અને પીર પંજાલનાં વિસ્તારો પરથી ઘુસણખોરી પર નજર રાખી રાખવામાં આવી રહી છે, LOC પર તૈનાતી સઘન છે, અને ઘણા સ્તર પર સર્વેલન્સ ઉપકરણ લગાવવામાં આવ્યા છે.
સેનાનાં કમાન્ડરોએ કહ્યું પાકિસ્તાન તેનાં આંતરિક મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા માટે પાકિસ્તાને ઠંડીની મોસમમાં પણ આતંકવાદીઓની ઘુસણખોરીને સફળ બનાવવા માટે સંઘર્ષવિરામનો સતત ભંગ કરીને તંગદીલી વધારવા માટે પ્રયાસો કરી રહ્યું છે. જો કે સેના તેનો જડબાતોડ જવાબ આપશે.