રાજ્યમાં વર્દીનું નામ ખરાબ કરવા માટે કેટલાક ઈસમો નકલી પોલીસ બનીને ભોળી ભાળી પ્રજાને લૂંટી રહ્યા છે. ગઈ કાલે જ અમદાવાદના છેવાડે આવેલા ભાડજ ગામે નકલી પોલીસે એક વ્યક્તિને ડરાવી ધમકાવીને લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. વળી , આજે સુરતમાં સાંજના સુમારે નકલી પોલીસનો આતંક મચાવતો કિસ્સો સામને આવ્યો હતો.
સુરતના વરાછા રોડ ઉપર એક્ટિવા ઉપર જઈ રહેલા વ્યકિંતને એક ઈસમે અટકાવ્યો હતો. ભોગ બનનાર પાસે એક બેગમાં રોકડા રૂપિયા પાંચ લાખ હતા. નકલી પોલીસે ભોગ બનનારને પોતાની ઓળખ પોલીસની આપીને ડરાવી ધમકાવીને તે બેગ લઈને ઘટના સ્થળેથી ભાગી ગયો હતો.
જેથી આ મામલે ભોગ બનનારે વરાછા પોલીસ સ્ટેશનમાં અજાણયા ઈસમની વિરુદ્ધમાં 5 લાખની લૂંટની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ કરીને આરોપીને પકડવાની કવાયત હાથ ધરી છે.