બાલાસિનોર, બાલાસિનોર નગર વિસ્તારમાં જુગારના અડ્ડાઓ ધમધમી ઉઠયા હોવાની ફરિયાદો ઉઠી છે. ત્યારે બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેકટર દ્વારા જુગારના અડ્ડાપર રેડ કરતા માત્ર પાંચ જુગારીઓને પકડવામાં સફળ રહી હતી.
મળતી વિગતો અનુસાર બાલાસિનોર નગરના રોહિતવાસ બાજુમાં આવેલ સ્મશાનની ખુલ્લી જગ્યાઓમાં 13 જેટલા લોકો જુગાર રમતા હોવાની બાતમી આધારે રેડ કરી હતી. જેમાં કિરણ ઉર્ફે બબલી રમેશ મહેરા, મોતી ગેલા ભરવાડ, હિતેશ મનુ ચૌહાણ, વિશાલ ઈશ્ર્વર મકવાણા, જગદીશ દલા કટારીયાઓ પાસેથી 32,660ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા. જયારે બીજી તરફ જગદીશ ઉર્ફે બાબરી ચૌહાણ, હેમંત ચૌહાણ, રણજીત ઉર્ફે રણજો ભોઈ, રાજકુમારભોઈ, અરવિંદ ઉર્ફે જેણી ભીખાભાઇ મહેરા, કલેશ ઉર્ફે ચકો, અશોકભાઈ ઉર્ફે અંધો કટારીયા, ભલાભાઈ ઉર્ફે હંડી ફરાર થવામાં સફળ થયા હતા.