બાલાસિનોર,
બાલાસિનોર તાલુકાના લીમડી ખાતે પૂર્વ સાસંદ રતનસિંહ રાઠોડની ગ્રાન્ટમાં ફાળવેલ ગ્રાન્ટમાં ગરનાળાનું કામ પાંચ માંહેના પહેલા લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યા હતું. જ્યારે આ કામ તદ્દન હલકી ગુણવત્તાવાળું બનાવવામાં આવતા હાલ પાંચ મહિનામાં આ ગરનાળું તૂટી જતા ભષ્ટચારનો પર્દાફાશ થયો છે. ત્યારે સરકારના પૈસામાં ભષ્ટાચાર આચરતા ઈસમો સામે ફોજદારી ગુન્હો દાખલ કરવામાં આવે તેવી ગ્રામજનોની માગણી છે.
- ભષ્ટાચાર આચરી હલકી ગુણવત્તાથી બનાવવામાં આવેલું ગરનાળું તૂટતાં પોલ ખુલી : ગ્રામજનોમાં આક્રોશ.
- સાસંદ રતનસિંહ રાઠોડની ગ્રાન્ટમાં બનાવેલા કામોમાં ભષ્ટચાર .
મળતી વિગતો અનુસાર બાલાસિનોર તાલુકાના લીમડી ખાતે પૂર્વ સાસંદ રતનસિંહ રાઠોડની 2022-23 ગ્રાન્ટ માંથી લીમડી બેનવાળા ફળિયા તરફથી જતા રસ્તા પર ગરનાળાનું કામ 13 માર્ચ 2024ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. આ કામ 20 માર્ચ 2024ના રોજ પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ ગરનાળાની અંદાજીત રકમ 3 લાખની આસપાસ હતી. જયારે આ ગરનાળું ભષ્ટાચાર કરી બનાવવામાં આવતા હાલ તૂટી ગયું છે. ત્યારે આ ગામના મનોજભાઈએ જણાવ્યું હતું કે આ ગરનાળા બનાવેલ ગ્રાન્ટની તકતી ખોટી લગાવેલ છે, તેમજ આ ગરનાળું 15 જુલાઈ 24 નારોજ ગરનાળાનું કામ સંપૂર્ણ થયું છે આ ગરનાળામાં કોઈ સ્ટીલના વાપરવામાં આવ્યું નથી. તેમજ સિમેન્ટ અને અન્ય સામગ્રી ખુબ હાલાકી ગુણવત્તાની વાપરવામાં આવી છે આ કામને પૂર્ણ માત્ર બે મહિનામાં તૂટી ગયું છે. આ ગરનાળું નવું ના બનાવવામાં આવે તો અમે કાયેદસર કાર્યવાહી કરવામાં આવશે, તેવી ચીમકી ઉચ્ચારી હતી. જયારે આ ગરમાંના સરપંચ ભલસિંહે જણાવ્યું હતું કે આ કામ પૂર્વ સાસંદ રતનસિંહના માણસો દ્વારા કરવામાં આવ્યું છે. આ બાબતે મને કોઈ જાણકારી નથી મેં પણ આ ગરનાળા બાબતે અરજી કરેલ છે. ત્યારે સમગ્ર ભષ્ટાચાર યુક્ત ગરનાળા બાબતે તલાટી સૂર્યાબેન માછીએ જણાવ્યું હતું કે આ ગરનાળું કોણે બનાવ્યું મને ખબર નથી. સોમવારે જઈને તાપસ કરૂ તેમ કહી છટકબારી શોધી હતી. જયારે આ ગરનાળા બાબતે ઉચ્ચ કક્ષાએથી તાપસ કરવામાં આવે તો તાલુકામાં લાખો રૂપિયાનો ભષ્ટચારની પોલ બહાર આવી હતી.