વાવ બેઠક પર ભાજપની જીત
કોંગ્રેસના ગુલાબસિંહને પછાડી સ્વરુપજી ઠાકોરની 2500થી વધુ મતથી જીત થઇ છે. જેમાં 20 રાઉન્ડ સુધી આગળ રહેલાં કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને પછાડીને ભાજપના સ્વરુપજી ઠાકોરે જીત મેળવી છે.
22મા રાઉન્ડમાં ભાજપે કોંગ્રેસની સાઇડ કાપી
ભાભરના મીઠા વિસ્તારના EVM ખુલતાં જ ભાજપ જીત તરફ, કોંગ્રેસની સાઇડ કાપી સ્વરુપજી 200 મતથી આગળ છે કોંગ્રેસને 86,736 મત અને ભાજપને 86,929 મત મળ્યા છે. આમ ભાજપ કોંગ્રેસની સાઇડ કાપીને143 મતે આગળ છે.
21મો રાઉન્ડ પૂર્ણ, 727 મતે કોંગ્રેસ આગળ
મતગણતરીના 21 રાઉન્ડ પૂર્ણ થયા છે. જેમાં કોંગ્રેસને 83,589 મત, ભાજપને 82,912 મત અને અપક્ષના માવજી પટેલને 21074 મત મળ્યા છે. આમ કોંગ્રેસ 727 મતે આગળ છે.
20મો રાઉન્ડ પૂર્ણ, 3897 મતે કોંગ્રેસ આગળ
મતગણતરીના 20 રાઉન્ડ પૂર્ણ થયા છે. જેમાં કોંગ્રેસને 81,019 મત, ભાજપને 77,172 મત અને અપક્ષના માવજી પટેલને 21823 મત મળ્યા છે. આમ કોંગ્રેસ 3897 મતે આગળ છે.
19મો રાઉન્ડ પૂર્ણ, 6010 મતે કોંગ્રેસ આગળ
મતગણતરીના 19 રાઉન્ડ પૂર્ણ થયા છે. જેમાં કોંગ્રેસને 78491 મત, ભાજપને 72531 મત અને અપક્ષના માવજી પટેલને 210074 મત મળ્યા છે. આમ કોંગ્રેસ 6010 મતે આગળ છે.
વાવ વિધાસભાની પેટાચૂંટણીનું 13 નવેમ્બરના રોજ મતદાન થયા બાદ સૌની નજર આજના દિવસ પર છે. આજે પાલનપુરના જગાણા સ્થિત સરકારી ઈજનેરી કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાઇ છે. સવારે 8 વાગ્યાથી સૌથી પહેલાં પોસ્ટલ બેલેટની ગણતરી બાદ ઈ.વી.એમના રાઉન્ડની મત ગણતરી હાથ ધરાઇ છે. ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ વચ્ચેના ત્રિકોણીયા જંગમાં કોણ બાજી મારશે એ બપોર બાદ સ્પષ્ટ થઇ જશે. વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં વાવ, સુઈગામ અને ભાભર તાલુકાના 179 ગામોના 321 બુથો પર 70.54 % ટકા મતદાન થયું હતું. 3 લાખ 10 હજાર 681 મતદારોએ પૈકી 2 લાખ 19 હજાર 266 મતદારોએ પોતાનો મત આપ્યો હતો. જેમાં 1 લાખ 20 હજાર 619 પુરુષ અને 98 હજાર 647 મહિલા મતદારોએ મત આપ્યો હતો.
પાલનપુરના જગાણા સ્થિત સરકારી ઈજનેરી કોલેજ ખાતે કુલ 321 બુથની 23 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવશે. જિલ્લા ચૂંટણી વિભાગ તરફથી મતગણતરી માટે વિવિધ કુલ 159થી વધુ અધિકારી/કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. જેમાં 59 કર્મચારીઓનો કાઉન્ટિંગ સ્ટાફ છે. આ ઉપરાંત CCTV કેમેરાથી સુસજ્જ મતગણતરી કેન્દ્ર ખાતે 400 પોલીસ જવાનો, CAPF, SRP જવાનો ફરજ બજાવી રહ્યા છે. આ સાથે મતગણતરી સબંધી માહિતી અને ફરિયાદ માટે જિલ્લાકક્ષાએ એક કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે. આ માટે 1950 હેલ્પલાઇન નંબર કાર્યરત કરવામાં આવ્યો છે.
18મો રાઉન્ડ પૂર્ણ, 8193 મતે કોંગ્રેસ આગળ
મતગણતરીના 18 રાઉન્ડ પૂર્ણ થયા છે. જેમાં કોંગ્રેસને 76165 મત, ભાજપને 67972 મત અને અપક્ષના માવજી પટેલને 210074 મત મળ્યા છે. આમ કોંગ્રેસ 8193 મતે આગળ છે.
17મો રાઉન્ડ પૂર્ણ, 10424 મતે કોંગ્રેસ આગળ
મતગણતરીના 17 રાઉન્ડ પૂર્ણ થયા છે. જેમાં કોંગ્રેસને 73430 મત, ભાજપને 63006 મત અને અપક્ષના માવજી પટેલને 20074 મત મળ્યા છે. આમ કોંગ્રેસ 10424 મતે આગળ છે.
15મો રાઉન્ડ પૂર્ણ, 13499 મતે કોંગ્રેસ આગળ
મતગણતરીના 15 રાઉન્ડ પૂર્ણ થયા છે. જેમાં કોંગ્રેસને 69998 મત, ભાજપને 56499 મત અને અપક્ષના માવજી પટેલને 19128 મત મળ્યા છે. આમ કોંગ્રેસ 13499 મતે આગળ છે.
14મો રાઉન્ડ પૂર્ણ, 14046 મતે કોંગ્રેસ આગળ
મતગણતરીના 14 રાઉન્ડ પૂર્ણ થયા છે. જેમાં કોંગ્રેસને 66624 મત, ભાજપને 52578 મત અને અપક્ષના માવજી પટેલને 18128 મત મળ્યા છે. આમ કોંગ્રેસ 14046 મતે આગળ છે.
13મો રાઉન્ડ પૂર્ણ, 13007 મતે કોંગ્રેસ આગળ
મતગણતરીના 13 રાઉન્ડ પૂર્ણ થયા છે. જેમાં કોંગ્રેસને 60362 મત, ભાજપને 46384 મત અને અપક્ષના માવજી પટેલને 15927 મત મળ્યા છે. આમ કોંગ્રેસ 13978 મતે આગળ છે.
12મો રાઉન્ડ પૂર્ણ, 13007 મતે કોંગ્રેસ આગળ
મતગણતરીના 12 રાઉન્ડ પૂર્ણ થયા છે. જેમાં કોંગ્રેસને 55451 મત, ભાજપને 42444 મત અને અપક્ષના માવજી પટેલને 14548 મત મળ્યા છે. આમ કોંગ્રેસ 13007 મતે આગળ છે.
11મો રાઉન્ડ પૂર્ણ, 12814 મતે કોંગ્રેસ આગળ
મતગણતરીના 11 રાઉન્ડ પૂર્ણ થયા છે. જેમાં કોંગ્રેસને 51724 મત, ભાજપને 38910 મત અને અપક્ષના માવજી પટેલને 13583 મત મળ્યા છે. આમ કોંગ્રેસ 12814 મતે આગળ છે.
10મો રાઉન્ડ પૂર્ણ, 12407 મતે કોંગ્રેસ આગળ
મતગણતરીના 10 રાઉન્ડ પૂર્ણ થયા છે. જેમાં કોંગ્રેસને 48253 મત, ભાજપને 35846 મત અને અપક્ષના માવજી પટેલને 11956 મત મળ્યા છે. આમ કોંગ્રેસ 12407 મતે આગળ છે.
નવમો રાઉન્ડ પૂર્ણ, 13195 મતે કોંગ્રેસ આગળ
મતગણતરીના નવ રાઉન્ડ પૂર્ણ થયા છે. જેમાં કોંગ્રેસને 44906 મત, ભાજપને 31711 મત અને અપક્ષના માવજી પટેલને 8950 મત મળ્યા છે. આમ કોંગ્રેસ 13195 મતે આગળ છે.
આઠમો રાઉન્ડ પૂર્ણ, 12665 મતે કોંગ્રેસ આગળ
મતગણતરીના આઠ રાઉન્ડ પૂર્ણ થયા છે. જેમાં કોંગ્રેસને 40688 મત, ભાજપને 28023 મત અને અપક્ષના માવજી પટેલને 8910 મત મળ્યા છે. આમ કોંગ્રેસ 12665 મતે આગળ છે.
સાતમો રાઉન્ડ પૂર્ણ, 11444 મતે કોંગ્રેસ આગળ
મતગણતરીના સાત રાઉન્ડ પૂર્ણ થયા છે. જેમાં કોંગ્રેસને 36157 મત, ભાજપને 24713 મત અને અપક્ષના માવજી પટેલને 8865 મત મળ્યા છે. આમ કોંગ્રેસ 11444 મતે આગળ છે.
છ રાઉન્ડ પૂર્ણ, 7610 મતે કોંગ્રેસ આગળ
મતગણતરીના છ રાઉન્ડ પૂર્ણ થયા છે. જેમાં કોંગ્રેસને 29646 મત, ભાજપને 22072 મત અને અપક્ષના માવજી પટેલને 7618 મત મળ્યા છે. આમ કોંગ્રેસ 7610 મતે આગળ છે.
પાંચ રાઉન્ડ પૂર્ણ, 2621 મતે કોંગ્રેસ આગળ
મતગણતરીના પાંચ રાઉન્ડ પૂર્ણ થયા છે. જેમાં કોંગ્રેસને 22298 મત, ભાજપને 19677 મત અને અપક્ષના માવજી પટેલને 7518 મત મળ્યા છે. આમ કોંગ્રેસ 2621 મતે આગળ છે.
ચાર રાઉન્ડ પૂર્ણ, 1410 મતે કોંગ્રેસ આગળ
મતગણતરીના ચાર રાઉન્ડ પૂર્ણ થયા છે. જેમાં કોંગ્રેસને 16675 મત, ભાજપને 15266 મત અને અપક્ષના માવજી પટેલને 7010 મત મળ્યા છે. આમ કોંગ્રેસ 1410 મતે આગળ છે.
પ્રથમ રાઉન્ડમાં કોંગ્રેસને 4190 મત મળ્યા.
વાવની પેટાચૂંટણીમાં પ્રથમ રાઉન્ડમાં કોંગ્રેસને 4190, ભાજપને 3939 અને અપક્ષને 2119 મત મળ્યા છે. આમ 251 મતથી કોંગ્રેસ આગળ છે.