
મુંબઇ, અત્યારે ટીવી પર નેહા કક્કરનો જલવો છે, તેની સિગિંગ સ્ટાઇલ પર લાખો ફિદા છે. પરંતુ એકવાર નેહા કક્કર સાથે એવી અજુગતી ઘટના ઘટી હતી, જેનો આઘાત તેને આજે પણ છે, એટલું જ આ ઘટના સ્ટેજ પર બની ત્યારે ત્યાં હાજર તમામ લોકો પણ ચોંકી ગયા હતા. નેહા કક્કર ઇન્ડસ્ટ્રીની પૉપ્યૂલર સિંગરોમાંની એક સિંગર છે. પલ્સ એક પરફૉર્મર પણ છે અને નેહા કક્કર પણ ખુબ એટ્રેક્ટિવ છે. નેહા કક્કરને પસંદ કરનારા લોકોની કોઈ કમી નથી. આવામાં એકવાર એક કન્ટેસ્ટન્ટ ફેન મૉમેન્ટમાં નેહા સાથે કંઈક એવું કર્યું જેની સિંગર નેહાએ કલ્પના પણ નહીં કરી હોય.
નેહા કક્કર શૉ ઈન્ડિયન આઈડલની લોકપ્રિય જજ રહી ચૂકી છે, આ ઘટના તેની સાથે ત્યારે બની જ્યારે તેણે શૉની ૧૧મી સીઝનને જજ કરી હતી. નેહા કક્કરની સાથે તે સમયે જજ તરીકે અનુ મલિક અને વિશાલ દદલાની જેવા દિગ્ગજ કલાકારો પણ હતા. આ ઘટનાના કારણે તે પણ કડકાઈમાં આવી ગયો હતો.
ખરેખર, શું થયું – જ્યારે શૉ ચાલી રહ્યો હતો, ત્યારે એક સ્પર્ધકનો વારો આવ્યો, સ્પર્ધકે સારું ગીત ગાયું, જ્યારે નેહા તેના વખાણ કરવા માટે સ્પર્ધકની નજીક ગઈ તો સ્પર્ધકે નેહાને તેની બાહોમાં ગળે લગાવી.
આ દરમિયાન તે વ્યક્તિએ નેહા કક્કરને ક્સિ કરી હતી. નેહા આ જોરદાર ચુંબનથી ચોંકી ગઈ.
આ ક્ષણિક ઘટના પછી નેહા કક્કરએ તરત જ પોતાને તે વ્યક્તિથી મુક્ત કરી અને ત્યાંથી જતી રહી, તેની બાજુમાં ઉભેલા આદિત્ય નારાયણ પણ ઉતાવળમાં કંઈ સમજી શક્યા નહીં અને આશ્ર્ચર્યથી સ્પર્ધકને જોવા લાગ્યા.
સ્પર્ધક પણ પોતાની હરક્તોને સમજી શક્યો નહીં અને શરમમાં પોતાનો ચહેરો છુપાવવા લાગ્યો. હવે એ કહેવું મુશ્કેલ છે કે આ બધું ટીઆરપી માટે શૉમાં કરવામાં આવ્યું હતું કે પછી આ વાસ્તવિક ઘટના છે.