લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 એફ વન રિજીયન ચાર અને ઝોન બે માં આવેલી લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી અને એબિલિટી દ્વારા પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે અંતરિયાળ ગામમાં શિક્ષણનું ઉત્તમ કાર્ય કરતા શિક્ષકને સન્માનવાનું કાર્ય કરવામાં આવ્યું. જેમાં આદિવાસી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા હિમાલા રાછરડામાં મદદનીશ શિક્ષક તરીકે કાર્યકર્તા ભાવનાબેન કરમટેને સાલ, સર્ટિફિકેટ, ફળ અને મીઠાઈ આપી સન્માન કરવામાં આવ્યું.
આ પ્રસંગે લાયન્સ ક્લબના પ્રમુખ લાયન સેફીભાઈ પિટોલવાલા, મંત્રી લાયન કમલેશ લીમ્બાચીયા દ્વારા ઉદબોદન કરવામાં આવ્યું. આ પ્રસંગે લાયન્સ ક્લબ દાહોદ સીટીના ખજાનચી રાધેશ્યામભાઈ શર્મા શાળાના આચાર્ય, સુપરવાઇઝર, શિક્ષક મિત્રો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત દિવ્યાંગ બાળકો માટે કાર્ય કરતા વિરેન્દ્ર બામણ અને રાધિકાસિંઘ તેમજ આર એન્ડ એલ પંડ્યા હાઈસ્કૂલમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગ કેમેસ્ટ્રી વિષયના શિક્ષક ઉમંગકુમાર દરજીને સર્ટિફિકેટ અને સાલ આપી સન્માનિત કરવામાં આવશે. લાયન્સ ક્લબ ઓફ સીટી અને એબિલિટી દ્વારા શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 એફ વન રિજીયન ચાર અને ઝોન બે માં આવેલી લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી અને એબિલિટી દ્વારા પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે અંતરિયાળ ગામમાં શિક્ષણનું ઉત્તમ કાર્ય કરતા શિક્ષકને સન્માનવાનું કાર્ય કરવામાં આવ્યું. જેમાં આદિવાસી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા હિમાલા રાછરડામાં મદદનીશ શિક્ષક તરીકે કાર્યકર્તા ભાવનાબેન કરમટે ને સાલ, સર્ટિફિકેટ, ફળ અને મીઠાઈ આપી સન્માન કરવામાં આવ્યું.
આ પ્રસંગે લાયન્સ ક્લબના પ્રમુખ લાયન સેફીભાઈ પિટોલવાલા , મંત્રી લાયન કમલેશ લીમ્બાચીયા દ્વારા ઉદબોદન કરવામાં આવ્યું. આ પ્રસંગે લાયન્સ ક્લબ દાહોદ સીટીના ખજાનચી રાધેશ્યામભાઈ શર્મા શાળાના આચાર્ય, સુપરવાઇઝર, શિક્ષક મિત્રો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત દિવ્યાંગ બાળકો માટે કાર્ય કરતા વિરેન્દ્ર બામણ અને રાધિકાસિંઘ તેમજ આર એન્ડ એલ પંડ્યા હાઈસ્કૂલમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગ કેમેસ્ટ્રી વિષયના શિક્ષક ઉમંગકુમાર દરજીને સર્ટિફિકેટ અને સાલ આપી સન્માનિત કરવામાં આવશે.