લાયન્સ ક્લબ ઓફ લીમડી દ્વારા મેગા ટ્રી પ્લાન્ટેશન

લીમડી, ગોલ્ડનડિસ્ટ્રિક્ટના સ્વપ્નદ્રષ્ટા ડિસ્ટ્રિક્ટ ગવર્નર લા.વિજયસિહ ઉમટ દ્વારા સૂચિત ટ્રીપ્લાન્ટેશન ડે નિમિત્તે લાયન્સ ક્લબ લીમડીના ઉપક્રમે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન એચીવર સાયન્સ સ્કૂલ, મુકેશ સોનીના ફાર્મ, ગ્રામ સેવા વિદ્યાલય કારઠ, ચાણક્ય સ્કૂલ લીમડી ર્ડા.હેગડેવાર વનવાસી આશ્રમશાળા, લીલવા દેવા માધ્યમિક શાળા, શિવશક્તિ માધ્યમિક શાળા, મા લિમડા, બીલીપત્ર, વડ, આંબો દાડમ, સીતાફળ, જામફળ, જેવા વિવિધ રોપાઓના 800 થી વધુ છોડવાઓનું રોપણ કરવામાં આવ્યું. વૃક્ષારોપણ કાર્યક્રમમાં રિજીયન ચેરમેન લાયન અનિલ અગ્રવાલ, રિજીયન સેક્રેટરી લા. કમલેશ લીમ્બાચીયા, કેબિનેટ સેક્રેટરી લા. મહેન્દ્ર જૈન, લા.પ્રમુખ દિનેશ ચોપડા, ખજાનચી લા. પારસ જામર, લા. કેતન દવે, લા. શર્મિલા દવે, લા. ભાવેશ પટેલ, લાયન ડી.એન.શર્મા, લાયન અલીભાઈ, લાયન માનસી દવે તેમજ દાહોદ જીલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્ર ભાઈ સોની, લાયનમિત્રો મિત્રો અને શુભેચ્છકો ઉપસ્થિત રહીને ટ્રીપ્લાન્ટેશન કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.