દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને લિકર કેસમાં સીબીઆઇની ધરપકડને રદ કરવા માટે હાઇકોર્ટે ઇનકાર કર્યા પછી આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો છે. કેજરીવાલે જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. મુખ્યમંત્રી કેજરીવાલે ધરપકડને અને રિમાન્ડ આદેશોને પડકાર આપતાં સુપ્રીમ કોર્ટમાં જામીન માગ્યા છે. તેમણે દિલ્હી હાઇકોર્ટના પાંચ ઓગસ્ટના ચુકાદા પર સવાલ ઉઠાવ્યા છે, જેમાં તેમણે ધરપકડને કાયયદેસર ના હોવાની અને ના ઉચિત આધાર હોવાની વાત કહી છે, કેમ કે સીબીઆઇએ તેમની ધરપકડ અને રિમાન્ડને યોગ્ય ઠેરવવા માટે પર્યાપ્ત પુરાવા રજૂ કર્યા હતા.
હાઇકોર્ટે પાંચ ઓગસ્ટે કેજરીવાલની અરજી ફગાવી હતી, જેમાં લિકર કેસમાં ભ્રષ્ટાચાર કેસમાં સીબીઆઇ દ્વારા ધરપકડને પડકાર ફેંક્યો હતો. જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાની ખંડપીઠે મુખ્યમંત્રી કેજરીવાલને કહ્યું હતું કે તેઓ વચગાળાના જામીન માટે ટ્રાયલ કોર્ટનાં દ્વાર ખટખટાવે. ઈડીએ મની લોન્ડરિંગ મામલે પહેલેથી જ ચાર્જશીટ દાખલ કરી દીધી છે, જેમાં આમ આદમી પાર્ટી અને રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલને આરોપી બનાવવામાં આવ્યા છે.
દિલ્હીની કોર્ટે સીબીઆઇ મામલે કેજરીવાલની ન્યાયિક હિરાસત નવ ઓગસ્ટ સુધી અને મની લોન્ડરિંગ મામલે ૧૩ ઓગસ્ટ સુધી વધારી દીધી હતી. કેજરીવાલ ૧૧૫ દિવસોથી દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે. ઈડીએ ૨૧ માર્ચે દિલ્હી લિકર પોલિસી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. આ પછી ૨૬ જૂનએ સીબીઆઇએ તેમને આ જ કેસમાં પોતાની કસ્ટડીમાં લીધો હતો. કેન્દ્રીય તપાસ એજન્સીઓ અનુસાર લિકરના વેપારીઓને અયોગ્ય લાભ આપવા માટે તેમની પાસેથી લાંચ લેવામાં આવી હતી. દિલ્હી સરકાર અને આમ આદમી પાર્ટી આ દાવાઓને વારંવાર ફગાવી રહી છે.