લીમડી પોલીસે 1,00,800ના દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડયો : બે આરોપી વોન્ટેડ

ઝાલોદ,ઝાલોદ તાલુકામાં અનઅધિકૃત રીતે ગેરકાયદેસર હેરાફેરી કરનાર આરોપીઓ સામે લીમડી પોલીસ સતત વોચ કરી રહેલ છે. લીમડી પોલીસ મથકના પી.એસ.આઈ વી.જે.ગોહેલ તેમજ સે.પો.સ.ઇ એમ.બી.ખરાડી સહિતની ટીમ સતત પેટ્રોલીંગ કરી દારૂ વેચતા બુટલેગરો પર લાલ આંખ કરી રહેલ છે. લીમડી પોલીસ દ્વારા સતત ત્રીજા દિવસે દારૂનો ગેરકાયદેસર જથ્થો મુદ્દામાલ સાથે પકડી સફળતા મેળવેલ છે.

લીમડી પોલીસ મથકના પીએસઆઈ પેટ્રોલિંગમા હતા. તે સમય દરમ્યાન તેમને સીમલખેડી ગામેથી વિદેશી દારૂ ભરી તુફાન ગાડી આવી રહેલ છે, તેવી બાતમી મળેલ હતી. મળેલ બાતમી મુજબ સીમલખેડી થી બાતમી મુજબ તુફાન ગાડી MP-44-BC-0477 આવી રહેલ હતી. તે ગાડીને રોકતા તપાસ કરતા તેમાં વિદેશી દારૂ મળી આવેલ હતો.

પોલીસ દ્વારા તુફાન ગાડીના ચાલક સેલુ કાળુ મુનીયા (રહે.બેડાવા, થાંદલા)ની અટકાયત કરવામાં આવેલ હતી અને અન્ય બે આરોપી પલ્લુ કટારા (રહે. પાડા ઘામંજર, થાંદલા) અને અમીત કાંતી નીનામા (કરંબા, સંજેલી)ને વોન્ટેડ જાહેર કરેલ હતા.

લીમડી પોલીસને તુફાન ગાડી માથી વિદેશી દારૂ તથા બીયરની કુલ 20 પેટી મળી આવેલ હતી. જેમાંથી કુલ 720 બોટલો જેની કિંમત 1,00,800/- અને તુફાન ગાડીની કિંમત 5,00,000/- થઈ કુલ 6,00,800/- રૂપિયાનો વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડવામાં સફળતા મળેલ હતી.