દાહોદ, દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના ચોપાટપાલ્લી ગામે હેલીપેડ ની બાજુમાં એક ફોરવીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ફોરવીલર ગાડીમાં જ અગમ્ય કારણોસર જેવી ઝેરી દવા આત્મહત્યા કરી લેતા ચકચારમાંથી જવા પામી છે.
કત તારીખ આઠમી જૂન ના રોજ લીમખેડા તાલુકાના નાનીવાસવાણી ગામે ઉચવા ફળિયામાં રહેતા 45 વર્ષીય રમેશભાઈ બાબુભાઈ પટેલ લીમખેડા તાલુકાના ચોપાટપાલ્લી ગામે આવેલ હેલીપેડ ખાતે પોતાના કબજાની ફોરવીલર ગાડી લઈ આવ્યા હતા ત્યારે કોઈ અગમ્ય કારણોસર રમેશભાઈએ પોતાના કબજાની ગાડીમાં જ દવા ગટગટાવી આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ આસપાસના લોકોને થતા લોક ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. ત્યારે ઘટનાની જ્યાં સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ નજીકના દવાખાને માટે આવ્યા હતા. ત્યારે આ સંબંધે બાબુભાઈ નારસિંગભાઈ પટેલે લીમખેડા પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.