લીમખેડા તાલુકાના ફુલપુરા ઘાટામાં લીમડી થી આણંદ જતી ખાનગી લકઝરી બસ પલ્ટી : એક બાળકનું મોત

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ફુલપુરા ઘાટામાં લીમડીથી ખાનગી પેસેન્જરો ભરીને આણંદ જતી એક ખાનગી લકઝરી બસના ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા રોડની સાઈડમાં પલ્ટી મારી જતા એક બાળકનું ઘટના સ્થળે મોત નિપજયાનું તેમજ અન્ય 15 થી વધુ પેસેન્જરો ઈજાગ્રસ્ત થયાં હતા.

લીમખેડા તાલુકાના ફુલપુરા ઘાટીમાં આજરોજ ખાનગી બસને અકસ્માત નડયો હતો. મળતી માહિતી અનુસાર લીમડીથી આંણદ ડેઇલી સર્વિસ ચાલતી ખાનગી ટ્રાવેલ્સ આજરોજ દરરોજની જેમ મુસાફરો ભરી લીમડી થી રવાના થઈ હતી. અને રસ્તામાં ફુલપુરા ઘાટીમાં ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.લીમડીથી આણંદ જતી ખાનગી ટ્રાવેલ્સમાં મુસાફરી કરતા મુસાફરોમાં એક બાળકનું બસનીચે દબાઈ જતા મોતને ભેટ્યો હતો. અને ૧૫થી વધુ મુસાફરોને 108 મારફતે સારવાર અર્થે દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.લીમડીથી આણંદ જતી ખાનગી ટ્રાવેલ્સની બસને ફુલપુરા ઘાટામાં અકસ્માત નડ્યો હતો.જેમાં એક બાળકનું મોત થયું હતું.તેમજ 15 જેટલાં મુસાફરો ઘાયલ થયાં હતા.આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા મુસાફરોના ક્ષતવિક્ષત થયેલા અંગઉપાંગો ઘટનાસ્થળે જોવા મળ્યા હતા.તેમજ મુસાફરોની હૈયાફાટ ચિચિયારીથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.જયારે ઘટના બાદ ભેગા થયેલા આસપાસના લોકોએ ઈજાગ્રસ્તોને બહાર કાઢી 108 મારફતે સારવાર અર્થે મોકલવામાં મદદ કરી હતી. ત્યારે પોલીસે તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી વાહન વ્યવહાર રાબેતા મુજબ કરાવી આ સંબંધે ફરિયાદ લખવાની તજવીજ  હાથ ધરી છે.