લીમખેડા, દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના ખીરખાઈ ગામેથી પસાર થતાં દિલ્હી-મુંબઈ રેલમાર્ગ પર 24 વર્ષીય યુવકની મરણ પામેલી લાશ મળી આવતા સ્થાનિક પોલીસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કર્યાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર લીમખેડા તાલુકાના ચેડીયા ગામના ગણાવા ફળિયાના રહેવાસી સોમાભાઈ ગલજીભાઈ ગણાવાના 24 વર્ષીય પુત્ર અર્જુનની લાશ ગતરોજ લીમખેડા તાલુકાના ખીરખાઈ ગામેથી પસાર થતા રેલમાર્ગ પરથી મળી આવતા મરણ પામેલો અર્જુન દિલ્હી-મુંબઈ રેલમાર્ગ પરથી પસાર થતી કોઈ અજાણી ટ્રેનની અડફેટે મોતને ભેટયો હોવાની પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે આ અંગે મરણજનાર અર્જુનના પિતા સોમાભાઈ ગલજીભાઈ ગણાવાની જાહેરાતના આધારે સીઆરપીસી 174 મુજબ નિવેદન લઈ અકસ્માત અંગેનો ગુનો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.