દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના દાતિયા ગામે ઇન્દોર – અમદાવાદ હાઇવે પર ઈકકો ગાડીનું ટાયર ફાટતાં ગાડી રસ્તાની બાજુમાં ખાડામાં પલટી ખાઈ ગઈ હતી. જેને લઈને ગાડીમાં સવાર ચાલક સહિત વડોદરાના ત્રણ મિત્રોને ગંભીર પ્રકારની ઈજા પહોંચી હતી. જે પૈકી એકનુ શરીરે પહોંચેલી ગંભીર ઈજાને પગલે ઘટના સ્થળેજ મોત કમકમાટી ભર્યુ મોત નીપજ્યુ હતુ.
વડોદરા શહેરમાં રહેતા મિતેશભાઈ ગણપતભાઈ પઢીયાર પોતાના કબજાની ઈકો ગાડીમાં તેના મિત્ર ગણપતભાઈ મગનભાઈ ચૌહાણ અને અક્ષયભાઈ શૈલેષભાઈ ડામોર સહિત ત્રણે જણા દાહોદ પોતાના કામ અર્થે ગયા હતા અને પોતાનું કામકાજ પૂર્ણ કરીને આ મિતેશ ગણપત પઢીયાર પોતાની ઈકો ગાડી ચલાવી લઈને ત્રણેય જણા ગાડીમાં પરત વડોદરા જવા માટે નીકળ્યા હતા એ સમય દરમિયાન રસ્તામાં લીમખેડા નજીક દાતિયા ગામ પાસે પહોંચતા ગાડી પુર ઝડપે હોવાથી ગાડીનું ટાયર ફાટી ગયું હતું. જેને લઈને ચાલક મિતેશભાઇ પઢિયારે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ગાડી રસ્તાની બાજુમાં આવેલા ખાડામાં પલટી ખાઈ ગઈ હતી. સર્જાયેલા આ અકસ્માતમાં ગણપતભાઈ મગનભાઈ ચૌહાણનું શરીરે તથા માથામાં પહોંચેલી ગંભીર પ્રકારની ઇજાઓના પગલે ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજયું હતું. જ્યારે અક્ષય ભાઈ શૈલેષભાઈ ડામોર અને મિતેશ ભાઈ ગણપતભાઈ પઢીયારને શરીરે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી જે પૈકી મિતેશભાઈ ગણપતભાઈ પઢીયારને શરીરે વધુ ઈજા થતા લીમખેડામાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે દાહોદ રીફર કરવામા આવ્યો હતો.
આ અકસ્માત સંદર્ભે વડોદરાના સિકોતર નગર ખાતે રહેતા રાજેન્દ્રભાઈ બુધાભાઈ ચૌહાણે નોંધાવેલી ફરિયાદના આધારે લીમખેડા પોલીસે ચાલક મિતેશભાઇ ગણપતભાઈ પઢીયાર વિરુધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.