દાહોદ, દાહોદ જીલ્લાના લીમખેડા નગરના બસ સ્ટેન્ડ પર એક પિતા અને તેની 14 વર્ષિય સગીર દિકરી બસની રાહ જોઈ ઉભા હતા. તે સમયે ત્યાં મોટરસાઈકલ પર આવેલ બે યુવકો 14 વર્ષિય સગીરાને બે પૈકી એક યુવકે પોતાની પત્નિ તરીકે રાખવા સારૂ અપહરણ કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાંયાનું જાણવા મળે છે.
ગત તા.28મી માર્ચના રોજ ધાનપુર તાલુકામાં રહેતી એક પિતા પોતાની 14 વર્ષિય દિકરી સાથે લીમખેડાના બસ સ્ટેન્ડમાં બસની રાહ જોઈ ઉભા હતાં તે સમયે ત્યાં મોટરસાઈકલ લઈ આવેલા રાહુલભાઈ દલસીગભાઈ માવી તથા તેની સાથે દીનેશબાઈ કનુભાઈ મંડોડ (બંન્ને રહે. ચીલાકોટા, રવાળી ફળિયું, તા. લીમખેડા, જી. દાહોદ) નાઓએ 14 વર્ષિય સગીરાને પટાવી, ફોસલાવી રાહુલભાઈએ પોતાની પત્નિ તરીકે રાખવા સારૂ પોતાના મિત્ર દીનેશભાઈની મદદથી સગીરાને બળજબરીપુર્વક મોટરસાઈકલ પર બેસાડી અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાના પિતા દ્વારા લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.