લીમખેડા તાલુકાની શાળાઓમાં વિશ્ર્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી

લીમખેડા,

21 મી ફેબ્રુઆરી ને મંગળવારના રોજ રાજ્યકક્ષા એ પ્રથમ વાર વિશ્ર્વ માતૃભાષા દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. જેનું પ્રસારણ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ તથા માધ્યમિક શાળાઓમાં બાયસેગના માધ્યમથી કરવામાં આવ્યું હતું. જેમાં લીમખેડા તાલુકાની 240 પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓના કુલ 31472 બાળકો તથા 1234 શિક્ષકોએ આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. લીમખેડા તાલુકાની દુધિયા પ્રાથમિક શાળા ખાતે બીઆરસી કો.ઓ.ઋષિભાઈ સલાણિયાની ઉપસ્થતિમાં વિશ્ર્વ માતૃભાષા દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના બાળકો, 40 શિક્ષકો તથા સીઆરસી કો ઓ દુધિયા હિંમતભાઇ તથા લીમખેડા સીઆરસી કો ઓ કૌશિકભાઈ ઉપસ્થિત રહ્યા હતા.