
દાહોદ,દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના નાનીબાંડીબાર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના હરખભેર વધામણાં કરવામાં આવ્યા હતા. બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું હતું. “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકોને મળે તેમજ આ યોજનાઓની મહત્તમ જાણકારી મળી રહે તેવા હેતુથી દાહોદ જીલ્લાના ગામોમાં ભ્રમણ કરી રહી છે. જેમાં મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને ઘર આંગણે જ સરકારની વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરવામાં આવી રહી છે.

ઉપરાંત કાર્યક્રમમાં આરોગ્ય કેમ્પમાં ટીબી સહિતની તપાસ કરવામાં આવી હતી. ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ પણ નિહાળી હતી. કાર્યક્રમનાં અંતે ‘વિકસિત ભારત’ માટે પ્રતિજ્ઞા લીધી હતી.

કાર્યક્રમમાં વિસ્તરણ અધિકારી, તલાટી સામાજીક કાર્યકર સહિત અગ્રણીઓ તેમજ ગ્રામજનો ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા.