લીમખેડા સ્પે.(પોકસો) કોર્ટ દ્વારા જાતિય ગુનામાં આરોપીને 10 વર્ષની સજા ફટકારી

લીમખેડા,લીમખેડા ત્રીજા એડી. સેશન્સ સ્પે.(પોકસો) કોર્ટમાં ધાનપુર તાલુકાના ધોડાઝરના આરોપી વિરૂદ્ધ નોંધાયેલ 376(1), 323, 504, 506(ર) તથા જાતિય ગુનામાં આજરોજ ચુકાદો આપતાં આરોપીને 10 વર્ષની કેદ દંંડનો હુકમ કરવામાંં આવ્યો.

ધાનપુર તાલુકાના ધોડાઝર ગામે રહેતા રાહુલભાઇ ફતેસીંંગભાઇ ઉર્ફે ફતાભાઇ ભુરીયા વિરૂદ્ધ કલમ 376(1), 323,504,506(2) તથા જાતીય ગુના વિરૂદ્ધ બાળકોના સુરક્ષા કાયદાની કલમ-3(એ), 4,8,મુજબ ગુનો નોંંધાયેલ હતો. આ ગુનામાં લીમખેડા ત્રીજા એડી.સેશન્સ સ્પે(પોકસો) કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટ દ્વારા આરોપીને 10 વર્ષની સાદી કેદની સજા અને 10,000/-રૂપીયા દંડ જો દંડ ન ભરે તો 6 માસની સજાનો હુકમ ફટકારવામાં આવ્યો.