દાહોદ,
મુળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ લીમખેડામાં રહેતા દંપતિએ તેમના ફળિયાના એક દંપતિ પાસેથી દત્તક વિધાનની પ્રક્યિા વિરુદ્ધ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની તપાસમાં બહાર આવતા તેઓએ ઉપરોકત બંને દંપતિ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
લીમખેડાના ભરવાડ ફળિયામાં રહેતા મુળ ઉત્તરપ્રદેશના વતની વિજય સ્વામીનાથ ચોૈહાણ અને તેમના પત્નિએ ગામના સ્થાનિક રહેવાસી રાયસિંગ તેરસિંગ ભાભોર અને તેની પત્નિએ તેમના તા.30/11/2022ના રોજ જન્મેલા બાળકને ગેરકાયદેસર રીતે દત્તક લીધેલ છે. જે વાતને આધારે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દાહોદ શાંતિલાલ ખેમાભાઈ તાવિયાડ આ મામલે પોતાની સાથે સંકળાયેલા અનય અધિકારીઓ-કર્મચારીઓ તથા પોલીસને સાથે રાખી તપાસ હાથ ધરતા તેઓએ ગેરકાયદેસર કોઈ રીતે કોઈપણ પ્રકારની કાયદાકિય પ્રક્રિયા પુર્ણ કર્યા વગર દત્તક લઈ સદર બાળક પોતાનુ હોવાનુ જણાવી ખોટુ પ્રમાણપત્ર મેળવેલ હોવાનુ જણાઈ આવતા દાહોદ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શાંતિલાલ ખેમાભાઈ તાવિયાડે લીમખેડા ભરવાડવાસમાં રહેતા રાયસીંગ તેરસિંગ ભાભોર, રમીલાબેન ભાભોર, વિજય ચોૈહાણ, અને તેની પત્નિ રીતાદેવી ચોૈહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા લીમખેડા પોલીસે ઉપરોકત ચારેય જણા વિરુદ્ધ ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.