લીમખેડા, લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ગામ નજીક ઈન્દોૈર-અમદાવાદ નેશનલ હાઈવે પર ગોધરા તરફથી પુરઝડપે આવતી એસ.ટી.બસે આગળ ચાલતી એક્ટિવા મોપેડ સવાર દંપતિ તેમજ ફોરવ્હિલ ગાડીને અડફેટમાં લેતા એક્ટિવા ચાલક દંપતિ પૈકી પત્નિનુ ધટના સ્થળે મોત નીપજયું હતુ. જયારે પતિના શરીરના તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જયારે બસની અડફેટમાં આવેલી ઈકો ગાડી પલ્ટી મારતા ઈકો ગાડીમાં સવાર ચાલકને ઈજાઓ પહોંચી હતી.
લીમખેડા તાલુકાના પાણીયા ગામે રહેતા રોશનભાઈ તેમજ તેમની પત્નિ ભુમિકાબેન પોતાના કબ્જાની એક્ટિવા મોપેડ લઈને પ્રતાપપુરા નજીકથી પસાર થઈ રહ્યા હતા તે સમયે પાછળથી પુરઝડપે આવી રહેલા એસ.ટી.બસના ચાલકે પોતાનુ વાહન પુરઝડપે હંકારી લાવી હાઈવે પર ચાલી રહેલા એક્ટિવા ચાલક રોશનભાઈ તેમજ ભુમિકાબેનની ગાડીને ટકકર મારતા એક્ટિવા સવાર બંને પતિ-પત્નિ જમીન પર પટકાતા બંનેને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ પર મોત નીપજયું હતુ. આ દરમિયાન એસ.ટી.બસના ચાલકે ઈકો ગાડીને ટકકર મારતા ઈકો ગાડીમાં સવાર ચાલકને ઓછીવત્તી ઈજાઓ પહોંચી હતી. જે બાદ અકસ્માત સર્જનાર એસ.ટી.બસનો ચાલક પોતાનુ વાહન સ્થળ પર મુકી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે એસ.ટી.બસ ચાલક વિરુદ્ધ અકસ્માત અંગેનો ગુનો દાખલ થવા પામ્યો હતો.