લીમખેડા પોલીસ મથકના ધાડના ગુનાના વોન્ટેડ એલ.સી.બી.એ ઝડપ્યો

દાહોદ,છેલ્લા સાત વર્ષથી લીમખેડા પોલીસ સ્ટેશન વિસ્તારના ધાડના ગુન્હામાં નાસતા ફરતાં આરોપીને દાહોદ એલ.સી.બી. પોલીસે તેના આશ્રય સ્થાને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે.

દાહોદ જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિઓને અટકાવવા, જુગારના અડ્ડાઓ ઉપર રેડ પાડવા, નાસતા ફરતા આરોપીઓને તેમજ અસામાજીક તત્વોને ઝડપી પાડવા માટે દાહોદ જીલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જીલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે. ત્યારે દાહોદ એ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે છેલ્લા સાત વર્ષથી લીમખેડા પોલીસ સ્ટેશન વિસ્તારના ધાડના ગુન્હામાં નાસતો ફરતો આરોપી દિનેશભાઈ ઉર્ફે દિો ઉર્ફે લલ્લુ વેચાતભાઈ ખરાડ (રહે. બિલીયા, તા.ધાનપુર, જી.દાહોદ) નો તેના ઘરે હોવાની પોલીસને બાતમી મળતાં ગતરોજ ઉપરોક્ત આરોપીને તેના ઘરેથી ઝડપી પાડી આરોપીને લીમખેડા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.