દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના નાની વાસવાણી ગામે એક 17 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.
ગત તારીખ 29 મી જૂનના રોજ લીમખેડા તાલુકાના નાની વાસવાણી ગામે રહેતા 17 વર્ષીય હિંમતભાઈ પર્વતભાઈ ભાભોરે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરના ઓરડામાં લાગેલ જોતરીના લાકડા ઉપર ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ પરિવારજનોને થતા પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ મૃતક યુવકના મૃતદેહને નીચે ઉતારી નજીકના દવાખાને પીએમ માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યારે આ સંબંધે સની બેન હિંમતભાઈ ભાભોર દ્વારા લીમખેડા પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગડો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.