લીમખેડા, લીમખેડા નગરની બાજુમાં વિજય હોટલ નજીક દાહોદ-લીમખેડા અપ રેલ્વે લાઈન પર કઠલા ગામના કુટુંબી ભાઈ-બહેન એ ટ્રેન સામે પડતુ મુકી આત્મહત્યા કરી હતી. બનાવની જાણ લીમખેડા પોલીસને તથા રેલ્વે પોલીસને થતાં બંને વિભાગની પોલીસ ધટના સ્થળે આવી મરનાર બંનેના સગાસંબંધિને જાણ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ તાલુકાના કઠલા ગામના દિવાન એસ વહુનિયા તથા તેના કુટુંબના કાકાની છોકરી પોતાનુ ધર છોડીને ભાગી ગયા હતા. તેઓ લીમખેડા વિજય હોટલ નજીક આવ્યા હતા. અને બાઈક રોડની સાઈડમાં ઉભી કરી દાહોદ-લીમખેડા અપ લાઈન પર ચાલતા જતા હતા ત્યારે દાહોદ તરફથી આવતી ટ્રેનની અડફેટે આવતા બંનેના ધટના સ્થળે જ મોત નીપજયાં હતા. બનાવની જાણ લીમખેડા નગરમાં થતાં સ્થાનિક લોકોના ટોળા ધટના સ્થળે દોડી આવ્યા હતા. બનાવની જાણ લીમખેડા પોલીસને થતાં સ્થાનિક પોલીસ તથા રેલ્વે પોલીસ ધટના સ્થળે આવી વધુ તપાસ હાથ ધરી હતી.