લીમખેડા,
લીમખેડા તાલુકાના વલુંડી ગામની પુખ્ત વયની યુવતિ ધરે કીધા વગર ધરેથી કયાંક જતી રહેતા યુવતિના પિતાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી હતી.
વલુંડી ગામની 23 વર્ષની રશ્મિકાબેન લીલા તથા કાળા કલરનો ડીઝાઈનવાળો પંજાબી ડ્રેસ પહેરને ધઉં વર્ણોની પહેરેલા કપડે કોઈને કહ્યા વગર કયાંક જતી રહેતા યુવતિના પિતાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ અંગે લીમખેડા પોલીસે જાણવા જોગ નોંધ નોંધી આગળ વધુ તપાસ હાથ ધરી હતી.