દાહોદ, દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના વટેડા ગામે એક ફોર વ્હીલર ગાડીના ચાલકે રસ્તાની બાજુમાં આવેલ રેલીંગ સાથે ગાડી અથડાવી નાસી જતાં ત્યારે ઘટના સ્થળે પહોંચેલ પોલીસે ગાડીની પાસે જઈ ગાડીની તલાસી લેતાં પોલીસ ચોંકી ઉઠી હતી. ગાડીમાંથી પોલીસને રૂા.11,03,580ની કિંમતના અફીણના ડોડવા (પોષડોડા) મળી આવ્યાં હતાં. પોલીસે આ અફીણના ડોડવાનો જથ્થો કબજે કરી ગાડી સહિત કુલ રૂા.16,03,580નો મુદ્દામાલ કબજે કર્યાનું જાણવા મળે છે.
ગત તા.28મી ડિસેમ્બરના રોજ એક ફોર વ્હીલર ગાડીનો ચાલક પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી લઈ લીમખેડા તાલુકાના વટેડા ગામ તરફના ગોધરા નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે અચાનક ફોર વ્હીલર ગાડી પરના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં ફોર વ્હીલર ગાડી રસ્તાની બાજુમાં આવેલ લોખંડની રેલીંગ સાથે અથડાઈ ફોર વ્હીલર ગાડી પલ્ટી ખાઈ ગઈ હતી. માર્ગ અકસ્માત સર્જી ફોર વ્હીલર ગાડીનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો ત્યારે ઘટના સ્થળે દોડી આવેલ પોલીસે ફોર વ્હીલર ગાડીની તલાસી લેતાં તેમાંથી અફીણના ડોડવા (પોષડોડા) જેનુ વજન 367.860 કિલો ગ્રામ જેની કિંમત રૂા.11,03,580ના અફીણના ડોડા મળી ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા.16,03,580નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે લીમખેડા પોલીસે ફરાર ગાડીના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.