લીમખેડાના વડેલા ગામે લોડર મશીનની અડફેટમાં બાઈક ચાલકનુ મોત

લીમખેડા, લીમખેડા તાલુકાના વડેલા ગામે બાઈક લઈને સાસરીમાં દાભડા ગામે જઈ રહેલા યુવકની બાઈકની લોડર મશીને અડફેટમાં લઈ અકસ્માત સર્જતા ગંભીરરૂપે ધાયલ થયેલા યુવકનુ ધટના સ્થળે મોત નીપજયું હતુ. અકસ્માત સર્જી લોડર મશીન સ્થળ મુકી ચાલક નાસી ગયો હતો.

લીમખેડા તાલુકાના બાંડીબાર ગામના ગડા ફળિયામાં રહેતો 23 વર્ષિય વિપુલભાઈ મનુભાઈ રાવત પોતાની મોટર સાયકલ લઈને તેની સાસરીમાં દાભડા ગામે જવા માટે નીકળ્યો હતો. ત્યારે વડેલા ગામે એક નંબરનુ લોડર મશીનના ચાલકે પોતાના કબ્જાનુ લોડર મશીન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઈ આવી વિપુલની મોટરસાયકલને અડફેટમાં લઈ અકસ્માત કરી નાસી ગયો હતો. અકસ્માતમાં વિપુલને મોઢા પર તથા શરીરે ગંભીર ઈજાઓ થતાં ધટના સ્થળે મોત નીપજયું હતુ. ધટનાની જાણ થતાં વિપુલના પરિવારજનો તાત્કાલિક ધટના સ્થળે પહોંચી વિપુલની લાશને પી.એમ.અર્થે ખસેડવામાં આવી હતી. યુવાન પુત્રના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ હતી. આ સંદર્ભે મૃતક વિપુલના પિતા મનુભાઈ રાવતે અજાણ્યા ચાલક વિરુદ્ધ લીમખેડા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.