લીમખેડાના પાણીયા ગામે અકસ્માતની અદાવતે મારક હથિયાર જીએચવી કંપનીમાંં પ્રવેશ કરી ગાડીઓની તોડફોડ નુકશાન કર્યુંં

દાહોદ, દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના પાણીયા ગામે વાહન અકસ્માત કરવાની અદાવત રાખી ત્રણ જેટલા ઈસમોએ પોતાના હાથમાં પથ્થરો, લોખંડના સળીયા જેવા મારક હથિયારો ધારણ કરી પાણીયા ગામે આવેલ જીએચવી કંપનીના કેમ્પસમાં ઘુસી જઈ કેમ્પસમાં કામ કરતાં કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી કેમ્પસમાં મુકી રાખેલ 15 જેટલા ડમ્ફર તેમજ નાની મોટી ગાડીઓના કાચ તેમજ મકાનોના બારીના કાચ તોડી અંદાજે રૂા.90,000 હજારનું નુકસાન પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં પંથકમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો હતો.

લીમખેડાના પાણીયા ગામે તેમજ દેવગઢ બારીઆના અંતેલા ગામે રહેતાં ધવલભાઈ દિપસીગભાઈ પટેલ, પંકજભાઈ ફતેસીંગભાઈ પટેલ તથા મુકેશભાઈ રયલાભાઈ પટેલનાઓએ ગત તા.13મી એપ્રિલના રોજ વાહન અકસ્માત કરવાની અદાવત રાખી જીએચવી કંપનીમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતાં અશોકકુમાર કાંતીલાલ નાયક તથા તેમની સાથેના સહકર્મચારીઓને બેફામ ગાળો બોલી ઝપાઝપી કરી કંપનીના કેમ્પસમાં હાથમાં પથ્થરો, લોખંડની પાઈપ લઈ ઘુસી જઈ કેમ્પસમાં મુકી રાખેલ 15 ડમ્ફરો તેમજ નાના મોટા વાહનોના તેમજ મકાનોના બારીના કાચ તોડી અંદાજે રૂા.90,000નું નુકસાન પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી નાસી જતાં આ સંબંધે અશોકકુમાર કાંતીલાલ નાયકે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.