દાહોદ,
લીમખેડા તાલુકામાં આવેલી પીપળી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક દ્વારા શાળામાં પોતાની ફરજ દરમિયાન બેદરકારી દાખવતા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આ શિક્ષકને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી ફરજ પરથી મોકુફ કરવાનો હુકમ કર્યો હતો.
પીપળી પ્રા.શાળામાં આ.શિક્ષક તરીકે ફરજ બજાવતા ભાભોર અમરસિંહ મંગાભાઈ દ્વારા પોતાની ફરજ પ્રત્યે બેદરકારી દાખવી ઉત્તરવહી ચકાસણી દરમિયાન અનિયમિતતાઓ આચરી હતી. આ મામલો દાહોદ જિલ્લા શિક્ષણાધિકારીની ઓફિસે પહોંચતા શિક્ષકને ફરજ મોકુફીનો હુકમ કરવામાં આવ્યો છે. ત્યારે આ મામલામાં ઉપરોકત શિક્ષક વિરુદ્ધ અનુસાંગિક કાર્યવાહી પુર્ણ ન થાય , અન્ય આદેશ ન થાય ત્યાં સુધી ફરજ મોકુફી સુધી ઉતારવામાં આવ્યા છે.વધુમાં તેઓએ જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી દાહોદની પુર્વ મંજુર વગર મુખ્ય મથક છોડી શકશે નહિ, તેમજ ફરજ મોકુફી દરમિયાન અન્ય કોઈ નોકરી કે વ્યવસાય કરી શકશે નહિ, અને તેમનો પગાર કે મહેનતાણુ મેળવી શકશે નહિ, ત્યારે શિક્ષકને નિયમો મુજબ ભથ્થુ મળવાપાત્ર રહેશે.