
લીમખેડા, લીમખેડા તાલુકાની પીપળી પ્રા. શાળામાં જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા દ્વારા આંગણવાડી, બાલવાટિકા, અને ધોરણ-1 બાળકોને શાળામાં પ્રવેશ અપાયો. તેઓએ જણાવ્યું હતું કે, પહેલા સમયની અને આજની પ્રાથમિક શાળામાં કેટલો પરિવર્તન જોવા મળે છે. રાજ્ય સરકારે સ્માર્ટ ક્લાસ અને અદ્યતન સુવિધાઓ પ્રાથમિક શાળાઓમાં આપી છે. તેઓએ ક્ધયાઓને વિશેષ ઉચ્ચ અભ્યાસ મેળવે તે માટે પ્રોત્સાહિત કર્યાં હતા.