લીમખેડાના પાણીયા ગામના આધેડે ટ્રેન નીચે પડતુ મુકી આપધાત કર્યો

લીમખેડા તાલુકાના પાણીયા ગામે એક આધેડે રાતના સમયે ટ્રેન નીચે પડતુ મુકીને જીવન લીલા સંકેલી લેતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ અવિચારી પગલુ કયા કારણોસર ભરવામાં આવ્યુ તે જાણવા મળ્યુ નથી. આ મામલે જીઆરપીએ અકસ્માતે મોત અન્વયે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

લીમખેડાના પાણીયા ગામના ફુલસીંગ મણીલાલે પાણીયા ગામમાં રેલ્વે પોલ નં.-507/એફ-19 પાસે અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતુ મુકીને આપધાત કરી લીધો હતો. ફુલસીંગભાઈ તેમના દિકરા જોડે રહીને પોતાનુ જીવન ગુજારતા હતા. ફુલસીંગભાઈની પત્નિનુ પણ આશરે સાત વર્ષ પહેલા કુદરતી મોત થયુ હતુ. ત્યારબાદ પિતા-પુત્ર એકલા જ જીવન વિતાવી રહ્યા હતા. હવે પિતાએ પણ જીવન ટુંકાવતા 17 વર્ષનો દિકરો ઉદેસિંગે માતા-પિતા વિહોણો થઈ જતાં સમાજ તેમજ સ્નેહીજનોમાં શોકની લાગણી ફેલાઈ હતી. આ ધટના અંગે જીઆરપીએ અકસ્માતે મોત અન્વયે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.