લીમખેડાના પાલ્લી ગામે ફોર વ્હીલ માંથી 15.37 લાખનો ઈંગ્લીશ દારૂ ઝડપ્યો

દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના પાલ્લી ગામેથી પોલીસે એક ફોર વ્હીલર ગાડીમાં રૂા. 15,37,પંચાલ 440ના પ્રોહી જથ્થા સાથે ગાડીપંચાની કિંમત મળી કુલ રૂા.18,37,440નો મુદ્દામાલ ઝડપી પાડી જ્યારે ગાડીનો ચાલક પોલીસને ચકમો આપી નાસી ગયાનું જાણવા મળે છે.

દાહોદ જીલ્લામાં પ્રોબીશનના આરોપીઓને ઝડપી પાડવા, નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા, જુગારના અડ્ડાઓ ઉપર રેડ પાડવા તેમજ અસામાજીક તત્વોને ઝઢપી પાડવા માટે દાહોદ જીલ્લા પોલીસ વડાની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ દાહોદની તમામ પોલીસ કામગીરી કરી રહી છે. ત્યારે લીમખેડા પોલીસને મળેલ બાતમીના આધારે પાલ્લી ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં તે સમયે ત્યાંથી તે સમયે ત્યાંથી મળેલ બાતમીના આધારે પાલ્લી ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં તે સમયે ત્યાંથી એક ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી.

તે સમયે પોલીસને દુરથી જોઈ ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી સ્થળ પર મુકી નાસી જતાં પોલીસે ગાડી પાસે જઈ પાસે જઈ ગાડી ની તલાસી હાથ ધરતા તેમાંથી વિદેશી દારૂની કુલ બોટલો કુલ કિંમત રૂ 15,37,440 ના પ્રોહી મુદ્દા માલ સાથે ગાડીની કિંમત મળી કુલ રૂપિયા 18,37,440 નો મુદ્દા માલ પોલીસે કબજે કરી આ સંબંધે લીમખેડા પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.