દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના પાલ્લી ગામે એક રહેણાંક મકાનમાં પાના પત્તા વડે પૈસાથી રમાતા જુગારના અડ્ડા પર પોલીસે ઓચિંતો છાપો મારી 06 જુગારીઓને ઝડપી પાડી તેઓની અંગ ઝડતી તેમજ દાવ પરથી રોકડા રૂપીયા 15,800, ચાર મોબાઈલ ફોન તેમજ 02 મોટરસાઈકલ મળી પોલીસે કુલ રૂા.65,800નો મુદ્દામાલ કબજે કર્યાનું જાણવા મળે છે.
ગત તા.13મી ઓગષ્ટના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે લીમખેડાના પાલ્લી ગામે આવેલ કેશવનગર સોસાયટીમાં રહેતાં ગુણવંતભાઈ હસમુખભાઈ નિનામાના મકાનમાં પાના પત્તા વડે પૈસાથી રમાતા જુગારના અડ્ડા પર પોલીસે ઓચિંતો છાપો મારતાં પોલીસે જુગાર રમી રહેલા ભાનુભાઈ વીમલભાઈ પસાયા, મયુરભાઈ રાજેશભાઈ પરમાર, કમલેશભાઈ બાબુભાઈ ડામોર, કમલેશભાઈ ભીમસીગભાઈ ચૌહાણ, વીજયસિહ ગેજન્દ્રસીહ રાઠોડ અને ગુણવંતભાઈ હસમુખભાઈ નિનામાને પોલીસે ઝડપી પાડી તેઓની અંગ ઝડતી તેમજ દાવ પરથી કુલ રોકડા રૂપીયા 15,800 ની રોકડ રકમ, 04 મોબાઈલ ફોન અને 02 મોટરસાઈકલ મળી પોલીસે કુલ રૂા.65,800નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે લીમખેડા પોલીસે જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.