લીમખેડાના નીનામાના ખાખરીયા ગામેથી ચોરીની બાઈક સાથે ઈસમને ઝડપ્યો

દાહોદ, દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના નીનામાના ખાખરીયા ગામેથી દાહોદ એલ.સી.બી. પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન એક શંકાસ્પદ ઈસમને ચોરીની મોટરસાઈકલની સાથે ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે.

ગતરોજ દાહોદ એલ.સી.બી. પોલીસ લીમખેડા તાલુકામાં પેટ્રોલીંગમાં હતી ત્યારે લીમખેડાના નીનામાના ખાખરીયા ગામે કાળીયા ચોકડી ઉપર પેટ્રોલીંગમાં હતા. ત્યારે ત્યાંથી એક મોટરસાઈકલનો ચાલક પોલીસને જોઈ પોતાના કબજાની મોટરસાઈકલ લઈ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પોલીસે તે મોટરસાઈકલનો ફિલ્મી ઢબે પીછો કરતી થોડે દુરથી મોટરસાઈકલ સાથે નરસીંગભાઈ મનાભાઈ માવી (રહે. પટવણ, અગારા માવા ફળિયું, તા. લીમખેડા, જી.દાહોદ) નાને ઝડપી પાડ્યો હતો. પોલીસે ઉપરોક્ત ઝડપાયેલ ઈસમની પુછપરછ કરતાં આ મોટરસાઈકલ બે વર્ષ અગાઉ રક્ષાબંધનના તહેવારના સમયમાં વડોદરા શઙેર જી.આઈ.ડી.સી. વડસર બ્રીજ પાસે રસ્તાની બાજુમાંથી મોટરસાઈકલની ચોરી કરી હોવાની કબુલાત કરતાં પોલીસે આ સંબંધે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.