લીમખેડાના મોટી બાંડીબાર ખાતે વીજ ધાંધિયાથી લોકો પરેશાન

લીમખેડા,લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર ખાતે છેલ્લા કેટલાય દિવસોથી વીજ પ્રવાહ લો-વોલ્ટેજ રહેવાથી ગ્રાહકોને ઉનાળાની સીઝનમાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

અસહ્ય ગરમીમાં વૃદ્ધોને વધુ તકલીફ પડતી હોય છે. વીજ પ્રવાહ મેન્ટેનન્સ થતુ હોય તો મુશ્કેલી ઓછી પડે તેવુ લોકોનુ માનવુ છે. ઉનાળામાં વીજ પ્રવાહનો વધુ ઉપયોગ થતો હોય છે. લો-વોલ્ટેજના કારણે પાણીની મોટર, પંખા, ટ્યુબલાઈટ, ફ્રિજ, વગેરે જેવા ઈલેકટ્રીક સાધનો જરૂરિયાત પ્રમાણે ચાલતા નથી. તો વીજ પ્રવાહ કોઈપણ સમયમાં લો-વોલ્ટેજ થતાં ગરમીનુ વાતાવરણ ધટમાં થઈ જાય છે. જમવાનુ બનાવવામાં મહિલાઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. તો વીજ ગ્રાહકોની માંગ છે કે,ઉનાળામાં વધુ વપરાશ હોવાથી પુરતા પ્રમાણમાં કાયમી માટે વધુ વોલ્ટેજ આપવામાં આવે તો વીજ ગ્રાહકોની મુશ્કેલીઓ દુર થાય. આ અંગે અધિકારી દ્વારા વીજ ગ્રાહકોની માંગ પુરી કરવામાં આવે તેવી લોકોની માંગણી છે.