દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના મોટીબાંડીબાર ગામે જાહેરમાં ખુલ્લી જગ્યામાં પાના પત્તા વડે પૈસાથી રમાતા જુગારના અડ્ડા પર પોલીસે ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતાં. પોલીસે 07 જુગારીઓને ઝડપી પાડી તેઓની અંગ ઝડતી તેમજ દાવ પરથી રોકડા રૂપીયા 26,000 તેમજ 06 નંબર મોબાઈલ ફોન મળી કુલ રૂા.41,860નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યાનું જાણવા મળે છે.
ગત તા.20મી ઓગષ્ટના રોજ લીમખેડાના મોટીબાંડીબાર ગામે સગુમ પાટડી ફળિયામાં જાહેરમાં પાના પત્તા વડે પૈસાથી રમાતા જુગારના અડ્ડા પર પોલીસે ઓચિંતો છાપો મારતાં જુગાર રમી રહેલા ગુલાબભાઈ મનસુખબાઈ પરમાર, મહેશભાઈ ચતુરભાઈ બારીઆ, રમેશભાઈ ભીખાભાઈ લુહાર, હિતેશભાઈ મંગળસીંગભાઈ પટેલ, અશ્ર્વિનભાઈ મહેશભાઈ પટેલ, જશવંતભાઈ અરવિંદભાઈ બારીઆ અને તખતસીંગભાઈ કાળુભાઈ પટેલને પોલીસે ઝડપી પાડી તેઓની અંગ ઝડતી તેમજ દાવ પરથી રોકડા રૂપીયા 26,000 તેમજ 06 નંગ. મોબાઈલ ફોન મળી પોલીસે કુલ રૂા.41,860નો મુદ્દામાલ પોલીસે કબજે કરી આ સંબંધે લીમખેડા પોલીસે જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.