લીમખેડાના માન્લી ગામની 19 વર્ષીય યુવતિએ કુવામાં પડી આપધાત કર્યો

દાહોદ, કોઈ અગમ્ય કારણોસર લીમખેડાના માન્લી ગામે ઉચવાસ ફળિયામાં રહેતી 19 વર્ષીય છોકરીએ રાતના સમયે ગામના એક કુવામાં પડતુ મૂકી મોત વ્હાલુ કરી લધાનું જાણવા મળ્યું છે.

લીમખેડાના માન્લી ગામે ઉચવાસ ફળિયામાં રહેતા પારૂલબેન અરવીંદભાઈ બુધાભાઈ પટેલ નામની 19 વર્ષીય છોકરીએ પરમ દિવસ તા. 6-6-2023ના રોજ રાતના સમયે કોઈ અગમ્ય કારણોસર ગામના કુવામાં પડતું મૂકી મોત વ્હાલુ કરી લીધું હતું. ઘટના અંગેની જાણ લીમખેડા પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી એન ગ્રામજનોની મદદથી કુવામાં ખાટલો ઉતારી મૃત્તક પારૂલબેન પટેલની લાશ કુવામાંથી બહાર કાઢી લાશનું રૂબરૂ પંચનામુ કરી લાશને પોસ્ટમોર્ટમ માટે લીમખેડા સરકારી દવાખાને મોકલી આપી આ સંદર્ભે સી.આર.પી.સી. 174 મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.