લીમખેડાના કુન્લી ગામના પરણિતાને પતિ અને સાસરીયાએ ત્રાસ આપતાં પોલીસ ફરિયાદ

દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના કુન્લી ગામે રહેતી એક 34 વર્ષે પરણીતાને સંતાન ન થતા હોવાના મહેણા ટોળા મારી પતિ તથા સાસરિયાંઓ દ્વારા શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા આ સંબંધે પરણીતાએ ન્યાયની ગુહાર માટે પોલીસના દરવાજા ખટખટાવ્યા હોવાનું જાણવા મળે છે.

લીમખેડાના કુન્લી ગામે નિશાળ ફળિયામાં રહેતા 34 વર્ષીય સંગીતાબેન દિનેશભાઈ ચૌહાણને તેના પતિ દિનેશભાઈ તેમજ સાસરી પક્ષના પારસિંગભાઈ મનાભાઈ ચૌહાણ તેમજ મણીબેન પારસીંગભાઈ ચૌહાણ દ્વારા અવારનવાર મેળા ટોણા મારી કહેતા હતા કે, તને બે વાર સીઝર કરીને બાળકની ડીલેવરી કરેલ છે. જે બાળકો મરી ગયેલ છે અને હવે તને બાળકો નહીં થાય તેમ જ તારાથી ઘરનું કામકાજ નહીં થાય જેથી અમારે બીજી બૈરી લાવવાની છે, તેમ કહી સંગીતાબેન ના પતિ દિનેશભાઈએ બીજી પત્ની લઈ આવી પતિ દિનેશભાઈ તથા ઉપરોક્ત સાસરિયાંઓ દ્વારા સંગીતાબેન ને અવારનવાર સારી રીતે તેમજ માનસિક ત્રાસ આપી પહેરેલ કપડે સંગીતાબેન પોતાના પિયરમાં લીમખેડા ના પાલ્લી ગામે પાલ્લા ફળિયામાં આવી પહોંચ્યા હતા અને આ સંબંધે પોતાના પતિ તથા સાસરિયાઓ વિરૂદ્ધ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.