લીમખેડાના ખીરખાઈ ગામે સગીરાનુ અપહરણ કરી મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતા ફરિયાદ

દાહોદ,દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ખીરખાઈ ગામે એક 14 વર્ષિય સગીરાને એક યુવક દ્વારા પત્નિ તરીકે રાખવા સારૂ અપહરણ કરી લઈ તેણીની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચરતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.

લીમખેડા તાલુકાના ચૈડીયા ગામે રહેતો રીતેશભાઈ પ્રતાપભાઈ પલાસે લીમખેડા તાલુકામાં રહેતી એક 14 વર્ષિય સગીરાને પ્રેમના પાઠ ભણાવી, લગ્નની લાલચ આપી ગત તા.27મી મેના રોજ અપહરણ કરી લઈ નાસી ગયો હતો. સગીરાનું અપહરણ કરી ઉપરોક્ત યુવક તેણીની લઈ લીમખેડાના ખીરખાઈ ગામે પહોંચ્યો હતો અને જ્યાં સગીરાની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યુ હતું. દુષ્કર્મનો ભોગ બનેલ સગીરા ઉપરોક્ત યુવકના ચંગુલમાંથી છુટી પોતાના પરિવારજનો પાસે પહોંચી હતી જ્યાં સગીરાએ પોતાની સાથે વિતેલ આપવીતી પોતાના પરિવારજનોને સંભાળાવતાં પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.આ સંબંધે સગીરાના પિતા દ્વારા લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.