દાહોદ, દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના ખીરખાઈ ગામેથી પસાર થતાં રેલ્વે ટ્રેક પર ટ્રેનની અડફેટે એક અજાણ્યો યુવક આવી જતાં ઘટના સ્થળ પરજ યુવકનું શરીરે ગંભીર ઈજાઓને પગલે મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
ગત તા.29મી એપ્રિલના રોજ લીમખેડાના ખીરખાઈ ગામેથી પસાર થતાં રેલ્વે ટ્રેક પર કોઈ અજાણ્યો આશરે 30થી 35 વર્ષિય અસ્થિર મગજ જેવો લાગતો યુવક ટ્રેક પરથી પસાર થતી ટ્રેકનની અડફેટે આવી ગયો હતો. ટ્રેનની અડફેટે આવતાની સાથેજ યુવકને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગઁભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં યુવકનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. ઘટનાની જાણ સ્થાનીક રેલ્વે પોલીસને કરવામાં આવી હતી. રેલ્વે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જ્યાં મૃતક યુવકના મૃતદેહને પીએમ માટે નજીકના દવાખાને મોકલી દેવામાં આવ્યો હતો. ત્યારે આ સંબંધે લીમખેડાના ખીરખાઈ ગામે રેલ ફળિયામાં રહેતાં અને સામાજીક કાર્યકર એવા શનાભાઈ પારૂભાઈ રાવતે આ સંબંધે લીમખેડા પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.