લીમખેડાના કથોલીયા ગામે ખુલ્લા ખેતરમાં રેતીના ઢગલામાં સંતાડેલ બિયરનો જથ્થો ઝડપાયો

લીમખેડા, લીમખેડા તાલુકાના કથોલીયા ગામે પોલીસે એક ખુલ્લા ખેતરમાંથી કુલ રૂ.1,37,280/-નો બિયરનો જથ્થો કબ્જે કર્યો હતો. જયારે સ્થળ પર હાજર વ્યકિત પોલીસને જોઈ નાસી ગઈ હતી.

લીમખેડાના કથોલીયા ગામે રહેતા કમલેશભાઈ રૂપસિંગભાઈ મકવાણાએ પોતાના ખુલ્લા ખેતરમાં રેતીના ઢગલામાં બિયરનો જથ્થો સંતાડી રાખેલ છે જે બાતમીના આધારે પોલીસે રેઈડ પાડતા કમલેશભાઈ પોલીસને જોઈ નાસી ગયો હતો. પોલીસે તેના ખેતરની તલાશી લેતા રેતીના ઢગલામાંથી બિયરની કુલ બોટલો મળી કુલ રૂ.1,37,280/-નો બિયરનો જથ્થો પોલીસે કબ્જે કરી આ સંબંધે લીમખેડા પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.