દાહોદ, દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના કથોલીયા ગામે પોલીસે એક ખુલ્લા ખેતરમાંથી કુલ રૂા.1,37,280નો પ્રોહી જથ્થો કબજે કર્યાનું જ્યારે સ્થળ પર હાજર વ્યક્તિ પોલીસને જોઈ નાસી જવામાં સફળ રહ્યાંનું જાણવા મળે છે.
ગત તા.29મી એપ્રિલના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે લીમખેડાના કથોલીયા ગામે રહેતાં કમલેશભાઈ રૂપસીંગભાઈ મકવાણાએ પોતાના ખુલ્લા ખેતરમાં રેતીના ઢગલામાં બીયરનો જથ્થો સંતાડી રાખેલ હતો. જે બાતમીના આધારે પોલીસે ઓચિંતી પ્રોહી રેડ પાડતાં કમલેશભાઈ પોલીસને જોઈ નાસી ગયો હતો. પોલીસે તેના ખેતરની તલાસી લેતાં રેતીના ઢગવામાંથી બિયરની કુલ બોટલો નંગ.1056 કિંમત રૂા.1,37,280નો પ્રોહી જથ્થો પોલીસે કબજે કરી આ સંબંધે લીમખેડા પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.