લીમખેડાના ફાયનાન્સ ઓફિસ તથા રહેણાંક ધરમાંથી ચોરી કરી જતા ચોરટાઓ

લીમખેડા, લીમખેડા ચિત્રકુટ સોસાયટીમાં કાર્યરત ફાયનાન્સ શાખા તથા રહેણાંક મકાનમાં અજાણ્યા ચોર તસ્કરોએ રાત્રિના સમયે કુલ 6186 રૂપિયાની મત્તાની ચોરી કરી હતી.

લીમખેડા ચિત્રકુટ સોસાયટીમાં ક્રેડિટ એક્સિસ ગ્રામિણ લિ.ફાઈ.ના કર્મીઓ ઓફિસના ઉપરના માળ ઉપર રાત્રિના સુતા હતા દરમિયાન મોડીરાત્રિએ ચોર લોકોએ ઓફિસના તાળા તોડી શાખામાં પ્રવેશ કરી ઓફિસમાં મુકી રાખેલ ફાઈલો વેરવિખેર કરી ગોદરેજ કંપનીનુ લોકર ઉઠાવી ઓફિસના મકાનથી થોડે દુર લઈ જઈ લોકર તોડી નુકસાન કર્યુ હતુ. તેમજ લોકરની અંદર મુકેલ 1186 રૂપિયા રોકડા ચોરી કરી નાસી છુટ્યા હતા. ચોર લોકો સોસાયટીમાં રહેતા રમેશભાઈ સબુરભાઈ તડવીના ધરમાં પણ પ્રવેશ કરી તિજોરી તોડી અંદર મુકી રાખેલ 5 હજાર રૂપિયાની કિંમતના 100 ગ્રામ ચાંદીના છડાની પણ ચોરી કરી હતી.