દાહોદ,
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દુધીયા ગામેથી ઘરના આંગણે લોક મારી પાર્ક કરેલ એક મોટરસાઈકલની ચોરી થયાંનું જાણવા મળે છે.
ગત તા.30મી ઓક્ટોમ્બરના રોજ દુધીયા ગામે મોટા પટેલ ફળિયામાં રહેતાં વૈભવકુમાર મહેશચંન્દ્ર પંચાલે પોતાના ઘરના આગણ પોતાની મોટરસાઈકલ લોક મારી પાર્ક કરી હતી. આ મોટરસાઈકલને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી મોટરસાઈકલની ચોરી કરી લઈ નાશ ી જતાં આ સંબંધે વૈભવકુમાર મહેશચંન્દ્ર પંચાલ દ્વારા લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.