લીમખેડાના દુધીયા ગામેથી બાઈકની ચોરી

દાહોદ,
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દુધીયા ગામેથી ઘરના આંગણે લોક મારી પાર્ક કરેલ એક મોટરસાઈકલની ચોરી થયાંનું જાણવા મળે છે.

ગત તા.02 નવેમ્બરના રોજ દુધીયા ગામે મંદીર ફળિયામાં રહેતાં સંજયભાઈ હીરાભાઈ ભુરીયાએ પોતાની મોટરસાઈકલ પોતાના ઘરના આંગણે લોક મારી પાર્ક કરી હતી. આ મોટરસાઈકલને કોઈ અજાણ્યા ઈસમોએ મોટરસાઈકલનું લોક તોડી ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે સંજયભાઈ હીરાભાઈ ભુરીયાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.